મોરબી જિલ્લામાં જુગારીઓની તાદાત દિન પ્રતિદિન વધી રહી છે. જે વધતી ગણતરીની અટકાવવા મોરબી પોલીસ દ્વારા બાતમીઓના આધારે દરોડા પાડી જુગારીઓને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે સ્થળોએ રેઇડ કરી કુલ 5 જુગારીઓને ઝડપી પાડ્યા છે. તેમજ તમામ વિરુદ્ધ જુગારધારા કલમ.૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી માઇ હતી કે, ત્રાજપર ગામ પાછળના ભાગે આવેલ સોસાયટીમાં જતા રસ્તે રોડ ઉપર જાહેરમાં બે ઈસમો ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી નવઘણભાઇ અવચરભાઇ રાઠોડ (રહે.ત્રાજપર જુની ઓરીએન્ટલ બેંક પાછળની શેરી મોરબી) તથા શનિભાઇ મનુભાઇ કગથરા (રહે.વિધુતનગર ઢાળ પાસે બાબાભાઇની દુકાન પાસે મોરબી-૨) નામના બંને ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૭૨૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બીજા બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે ત્રાજપર ગામ એસ્સારપંપ પાછળના ભાગે આવેલ શેરીમાં રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા અશોકભાઇ મગનભાઇ સનુરા (રહે.ત્રાજપર ગામમાં ચોરાવાળી શેરીમાં મોરબી-૨), નટુભાઇ વેરશીભાઇ સનુરા (રહે. ત્રાજપર છેલ્લી શેરી મોરબી) તથા દિપકભાઇ રમેશભાઇ સનુરા (રહે મોરબી ત્રાજપર ચોરા પાછળ મોરબી -૨)ને પકડી પાડ્યા છે. અને તેમની પાસેથી રોકડા રૂ.૯૩૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.