મોરબી જિલ્લામાં જુગારીઓની તાદાત દિન પ્રતિદિન વધી રહી છે. જે વધતી ગણતરીની અટકાવવા મોરબી પોલીસ દ્વારા બાતમીઓના આધારે દરોડા પાડી જુગારીઓને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે સ્થળોએ રેઇડ કરી કુલ 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે. તેમજ તમામ વિરુદ્ધ જુગારધારા કલમ.૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી માઇ હતી કે, વીસીપરા મેઇન રોડ નોતીયાર હોટેલની પાછળ જાહેરમાં અમુક ઈસમો ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી અબ્દુલભાઇ રહીમભાઇ ભટ્ટી (રહે.વીસીપરા સરકારી વાડી વિસ્તાર હુશેન ભટ્ટીની બાજુમાં મોરબી), હનીફાબેન હુશેનભાઇ સેડાત (રહે.વીસીપરા નોતીયાર હોટલની પાછળ મોરબી) તથા હનીફાબેન ઉર્ફે હુબાબેન જાકમભાઇ ભટ્ટી (રહે.વીસીપરા મેઇન રોડ સલીમભાઇ મુરઘીવાળાની પાછળ ઇબ્રાહીમભાઇ માણેકની ઓરડીમાં મોરબી) નામના ઈસમોને રોકડા રૂપીયા-૨૪૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે નવલખી રોડ લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ પાછળની શેરીમા રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા અમરશીભાઇ મેપાભાઇ પઠાણ (રહે-મોરબી નવલખી રોડ લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટની બાજુમા), હેમરાજભાઇ મોહનભાઇ વાઘેલા (રહે-મોરબી નવલખી રોડ લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટની પાછળ) તથા વિજયભાઇ મનુભાઇ રાઠોડ (રહે-મોરબી જેલ રોડ વાલ્મીકીવાસ મોરબી) નામના ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૫૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.