મોરબી સીટી બી ડીવીજન પોલીસ છેલ્લા ત્રણ વર્ષથી એન.ડી.પી.એસ.ના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને નવસારીથી પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે નવસારીમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના આરોપીને પએન.ડી.પી.એસ.ના ગુન્હામાં પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ડ્રાઇવનુ આયોજન કર્યું હતું. જેમાં જરૂરી સુચના/માર્ગદર્શન આપતા પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપી ગુલાબચંદ કમલાશંકર યાદવ જાતે આહિર નવસારી મૂળ પ્રયાગરાજ યુ.પી. વાળો પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ કનુભાઇને ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે આરોપીનુ લોકેશન મેળવી પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, વિજયભાઇ બાર, પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ ઝાલાએ આરોપીને નવસારી ખાતેથી પકડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.