બી ડિવિઝન પોલીસે સ્વીફ્ટ કાર, વિદેશી દારૂ-બિયરના જથ્થા સહિત રૂ.૩,૨૭,૫૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે આઈ.ટી.આઈ સામે બસ સ્ટેન્ડની પાછળ તળાવની પાળ પાસેથી સ્વીફ્ટ કારમાં વેચાણ અર્થે વિદેશી દારૂની ૫૨ બોટલ તેમજ બિયરના ૪૮ ટીનની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક ઇસમનું નામ ખુલતા તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હેડ કોન્સ. ભગવાનભાઇ રામજીભાઇ, રાજેશભાઇ નરસંગભાઇ તથા કોન્સ. બ્રિજેશભાઇ જેસંગભાઇને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે આઇ.ટી.આઇ. સામે બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાળ પાસે રોડ ઉપર સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એજે-૪૭૦૦માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની શીલબંધ ૫૨ બોટલ તથા બીયરના ૪૮ ટીન જેની કુલ કિ.રૂ.૨૭,૫૫૦/- સાથે આરોપી ઉદયભાઇ જોરૂભાઇ કરપડા ઉવ.૨૬ તથા અનિરૂધ્ધભાઇ જોરૂભાઇ કરપડા ઉવ.૨૪ બંનેરહે. મહેન્દ્રનગર આઇ.ટી.આઇ. સામે મોરબી મુળગામ કળમાદ તા.મુળી તા. સુરેન્દ્રનગરને ઝડપી લેવામાં આવ્યા છે. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીઓની સઘન પૂછતાછમાં આરોપી રણુભાઇ લગધીરભાઇ કરપડા રહે.કળમાદ તા.મુળી જી.સુરેન્દ્રનગરનું નામ ખુલવા પામ્યું હતું. હાલ પોલીસે ડાઈઓળ દરમિયાન સ્થળ ઉપરથી સ્વીફ્ટ કાર અને વિદેશી દારૂ-બિયરના જથ્થા સહિત કુલ ૩,૨૭,૫૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોબી. એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.