મોરબી સિટી બી ડિવિજન પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરતો અસામાજિક તત્વોની મિલકત પર ડીમોલેશની કામગીરી કરી હતી.
મોરબીના શક્તિનગર કંડલા હાઇવે કાવેરી સિરામિક પાછળ આવેલ ૧૫૦ ચોરસ મીટર કિંમત અંદાજિત એક કરોડ રૂપિયામાં મકાનનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે. ત્યારે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેના વિરુધ્ધ કાર્યવાહી કરવા ગુજરાત રાજય ગાંધીનગરના ડી.જી.પી દ્રારા સુચના આપવામાં આવી હતી.રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરુધ્ધ અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી.
જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવીઝન પી.બી.ઝાલાની અધ્યક્ષતામાં એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્રારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી હતી.જેમાં આજરોજ દેશીદારૂ વેચાણમાં જુસબ ઉર્ફે જુસો મહમદભાઈ મોવરના ઇસમની શક્તિનગર કંડલા હાઇવે કાવેરી સિરામિક પાછળ મોરબી ખાતે આવેલ ૧૫૦ ચોરસ મીટર અંદાજિત એક કરોડ રૂપિયાના મકાનનું ડીમોલેશન જે તે લગત વિભાગ સાથે સંકલન કરી કરવામાં આવ્યું હતું.