જામનગરમા આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામા આવેલ દરગાહની અંદર આવેલ દાનપેટી તોડી ચોરી થઇ હોવાની ઘટના પ્રકારમાં આવી હતી.જેને લઈ ગુન્હો ડિટેકટ કરવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જે દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે આરોપીઓને નવલખી ફાટક પાસેથી ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી હકીકત મળેલ કે “થોડા દીવસ પહેલા જામનગરના સુભાસબ્રીજની બાજુમા આવેલ પ્રસીધ્ધ વ્હોરા સમાજની દરગાહમા થયેલ ચોરીના બન્ને આરોપીઓ બુલેટ સાથે મોરબીમા ચોરી કરવા માટે માળીયા બાજુથી નવાલખી ફાટક બાજુ આવે છે” જે હકીકતના આધારે પોલીસે નવલખી ફાટક પાસે વોચ તપાસમા રહેતા નવલખી ફાટક પાસેથી બન્ને આરોપીઓ સીકંદર ઉર્ફે સીકલો સીદીકભાઇ પઢીયાર (રહે-ભગવતીપરા, જયમાળી ચાની હોટલની બાજુમાં રાજકોટ, મુળ ગામ- જેતલસર તા.જેતપુર જી.રાજકોટ) તથા વિવેક બીરેંદ્રસિંઘ ચૌહાણ (રહે- કરણપરા શેરી નં.૦૭ શુભ એપાર્ટમેંટ, રાજકોટ મુળગામ-પીપરહરી તા. તીંન્દવારી જી.કાનપુર ઉતરપ્રદેશ)ને બુલેટ સાથે ચોરીના મુદામાલ રોકડા રૂપિયા 1,05,000 સાથે પકડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બંને આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 20 ગુન્હાઓ નોંધાયેલા છે. તે તમામ ગુન્હાનો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
આ કામગીરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ ડાંગર, ભરતભાઇ ખાંભરા, ચંદ્રસિંહ પઢીયાર, રાજેશભાઇ ડાંગર, વિજયભાઈ ચાવડા, ધર્મેન્દ્રભાઇ રાંકજા તથા કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ઝાલા, બ્રીજેશભાઇ બોરીચા, યોગેશદાન ગઢવી, શક્તિસિંહ જાડેજા, અજયસિંહ રાણા, રમેશભાઇ રાઠોડ, દશરથસિંહ મસાણી, સંજયભાઇ લકુમ, સુખદેવભાઇ ગઢવી, પ્રીયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરવામાં આવી છે.