Friday, November 15, 2024
HomeGujaratમોરબીમાં દ્વિચક્રી વાહન ચોરતા રીઢા ચોરને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી...

મોરબીમાં દ્વિચક્રી વાહન ચોરતા રીઢા ચોરને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો:અલગ અલગ સ્થળોએથી ચોરી કરેલ આઠ બાઈક કબ્જે કરાયા

મોરબીમાં દ્વિચક્રી વાહનોની ચોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સુચના અન્વયે મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા ચોરીના આઠ મોટરસાઈકલ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટિમ ડ્રોન કેમેરા સાથે ફર્ન હોટેલ સામે મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતી. તે દરમ્યાન ડ્રોન કેમેરામાં એક ઇસમ નંબર પ્લેટ વિનાનુ મોટરસાઈકલ લઇ આવતો જોવા મળ્યો હતો. જેથી હાજર સર્વેલન્સ સ્ટાફે ઇસમને રોકી મોટરસાઈકલ બાબતે પુછપરછ કરતા યોગ્ય જવાબ ન આપતો હોય જેથી મોટરસાઈકલના રજીસ્ટર નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા મોટરસાઈકલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના નં.નં.૧૫૬૪/૨૦૨૪ માં ચોરીમાં ગયેલ હોવાનુ જણાઇ આવતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની સઘન પુછપરછ કરતા મોરબીમાં આવેલ ત્રાજપર રોડ, નટવર પાર્ક સોસાયટી પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. તેમજ બીજી અલગ અલગ જગ્યાએથી અન્ય સાત જેટલા મોટરસાઈકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા અલગ અલગ સ્થળેથી ચોરી કરેલ કુલ આઠ મોટરસાઈકલ રીકવર કરી આરોપી હનીફભાઇ કાસમભાઇ સંધવાણી (રહે- માળીયા, સંધવાણી શેરી જી.મોરબી) વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તે મોટરસાઈકલમા ચાવી રાખેલ હોય તેવા મોટરસાઈકલ તેમજ જુના મોડલના મોટરસાઈકલનો ચાવીનો કેબલ વાયર અલગ કરી ડાયેરેક્ટ કરી ચોરી કરતો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!