ગુજરાત ભાજપ દ્વારા મોરબી શહેર ભાજપ મહિલા મોરચા મંત્રી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ મહિલા ટ્રેઇની ડોક્ટર ઉપર રેપ અને હત્યા ના બનાવને લઈને સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે મોરબી કલેકટરને આવેદન પાઠવી મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી ગુજરાત, મોરબી શહેર ભાજપ મહિલા મોરચા મંત્રી દ્વારા મોરબી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં મહિલા ટ્રેઇની ડૉકટર પર રેઇપ કરી હત્યા નીપજાવી દેવાનો બનાવ બન્યો છે. જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબી શહેર મહિલા મોરચા દ્વારા કલેકટરને આવેદન પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.