મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે લાતી પ્લોટ વિસ્તારની મુલાકાત કરી વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી શેરી નં ૭ ના લોકોને નર્કાકાર માંથી બહાર લાવવા અપીલ કરી છે. વધુમાં જણાવ્યું છે કે શું લાતી પ્લોટ વિસ્તારના લોકો માત્ર ટેક્સ ભરવા જ જનમ્યા છે. તેથી વહેલી તકે વેપારીઓના પ્રશ્નનું નિરાકરણ કરી આપવામાં આવે તેવી માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા શહેરના લાતી પ્લોટ શેરી નં. ૭ ની મુલાકાત લઈ સમગ્ર વિસ્તારનો વીડિયો જાહેર કરી વેપારીઓને પડતી પારાવાર મુશ્કેલીઓને ઉજાગર કરવાનું કામ કર્યું છે. સાથે જ જણાવ્યું છે કે લાતી પ્લોટ વિસ્તારમાં લોકો ચાલીને ઠીક પરંતુ વાહન દ્વારા પણ નીકળી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મોરબી મ્યુનિસિપલ કમિશનરને વીડિયોના માધ્યમથી વહેલી તકે લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓને નર્કાકારની પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ શું લાતી પ્લોટના વેપારીઓનો જન્મ ટેકસ ભરવા માટે જ થયો છે તેવા સવાલ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું છે કે અનેક વિકાસના કામો સારા કરવામા આવ્યાં છે. પરંતુ વર્ષો જુના જે પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. અનેક વખત નગર પાલિકા અને મહાનગરપાલિકાને રજૂઆત કરી છે. તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી લાતી પ્લોટના વિસ્તારના વેપારીઓને નર્કાકારની સ્થિતિમાંથી બહાર લાવવામાં આવે તેવી માંગ કરાઇ છે.