મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસરને પત્ર લખી ગટરના ઢાંકણા માંથી સતત વહેતા ગંદા પાણીના પ્રવાહને બંધ કરી ભૂગર્ભ ગટરના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના આલાપ રોડ ઉપર શિવ શક્તિ પાર્કના ગેઈટની સામે ગટરના ઢાંકરામાંથી સતત ગંદા પાણીનો પ્રવાહ વહેતો રહે છે. જેને ૬ (છ) માસથી પણ વધુ સમય થયો છે. સોસાયટીના રહીશોએ તા. ૧૯/૦૧/૨૦૨૪ ના રોજ રજૂઆત કરી હતી. ત્યાર બાદ પણ આ અંગે અવાર નવાર લેખીત રજુઆત કરાઇ છે. તેમ છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહી થતાં કૉંગ્રેસ સમીતીના પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી પ્રશ્નનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે. જે ગટરના ઢાંકણામાંથી સતત વહેતા ગંદા પાણીના પ્રવાહને કારણે આજુબાજુની સોસાયટીમાં અતિ દુર્ગંધ ફેલાય રહી છે. તેમજ આ ગંદા પાણીના પ્રવાહને કારણે આજુબાજુના વિસ્તારમાં સતત પાણીનો ભરાવો રહે છે. જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાવી નિકળવાની દહેશત છે. તેમજ આ ગટરનું પાણી રસ્તામાં ભરાવાના કારણે રસ્તામાં ખાળ પડી ગયેલ છે. આ રસ્તામાં ખાડા પડી જવાના કારણે બાઈક ચાલતોને અકસ્માત થવાની દહેશત છે. જો આવો કોઈ અકસ્માત બનશે અને કોઈ જાનહાની થશે તો તેના માટે જવાબદાર કોણ ? જેથી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તાકીદે નિરાકરણ લાવી ગંદા પાણીના પ્રવાહને બંધ કરવા યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે. તેમજ જો આગામી સાત દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો સોસાયટીના રહીશો સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી ઉંચ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.