મોરબી: HMP વાયરસની શક્ય અસર અને તેના પ્રતિ નિવારણ માટે મોરબી શહેર કોંગ્રેસની ટીમે મોરબીની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના પ્રતિનિધિઓએ હોસ્પિટલના અધીક્ષક ડો. દુધરેજીયા અને અન્ય જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ સહિત ટીમ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી જેમાં હાલ જે HMP વાઇરસ અંગે વિચારવિમર્શ દરમિયાન કાયદેસરની વ્યવસ્થાઓ, સારવાર સુવિધાઓ, દર્દીઓને મળતી સારવાર અને હોસ્પિટલમાં ઉપલબ્ધ સ્વચ્છતા અંગેની પ્રાથમિક માહિતી મેળવી હતી.સિવિલ હોસ્પિટલના અધિક્ષક સહિત જવાબદાર અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી.
સિવિલ હોસ્પિટલના અધીક્ષક ડો. દુધરેજીયાએ જણાવ્યું કે HMP વાયરસના ફેલાવા સામે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે અને હોસ્પિટલમાં જરૂરી દવાઓ તથા સાધનો ઉપલબ્ધ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે HMP વાયરસ માટે વાઇરલ ઇન્ફેકશનની જ સારવાર આપવામાં આવે છે જનરલી આ નાના બાળકોમાં જોવા મળે છે અને વધુ શંકાસ્પદ લાગતા કેસોમાં ટેસ્ટિંગ સુવિધા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હોવાનું જણાવ્યું હતું. હાલ HMP વાયરસ કોઈ ભય પમાડે તેવું નથી તેમ પણ અધિક્ષક દ્વારા જણાવ્યું હતું.