Wednesday, January 8, 2025
HomeGujaratબે હજારની નોટ ન સ્વીકારતી કંપની/સંસ્થા સામે રાજદ્રોહનો ગુન્હો દાખલ કરવાની માંગ...

બે હજારની નોટ ન સ્વીકારતી કંપની/સંસ્થા સામે રાજદ્રોહનો ગુન્હો દાખલ કરવાની માંગ કરતું મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ

ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની ચલણી નોટ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જો કે આ નોટો 30 સપ્ટેમ્બર 2023 સુધી બજારમાં માન્ય ગણવામાં આવશે, પરંતુ 23 મે 2023થી રિઝર્વ બેંકે તેને બદલવા અથવા બેંકમાં જમા કરાવવા માટે આદેશ કર્યો છે. ત્યારે અમુક સંસ્થાઓ, કંપનીઓ તથા વ્યકતિઓ 2000ની નોટો સ્વીકારવાનો અત્યારથી જ ઇન્કાર કરે છે. જેને લઇ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી જિલ્લા એસપીને પત્ર લખી આવા લોકો વિરુદ્ધ જદ્રોહનો ગુન્હો દાખલ કરવા માંગ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રીઝર્વ બેન્કે રૂપીયા બે હજારની નોટ ચલણમાંથી નાબુદ કરેલ નથી. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી વ્યવહારમાં ચાલે રહેશે અને ગ્રાહકને કોઈપણ જાતની ઓળખ આપ્યા વગર બેન્કો બદલી આપશે. તેવી કેન્દ્ર સરકારે જાહેરાત કરેલ હોવા છતાં પેટ્રોલ પમ્પ, ફાયનાન્સ કંપની, હોટલ, લોજ કે અન્ય નાના મોટા વ્યાપારીઓ બે હજારની નોટ લેવાની જાહેર જનતાને ના પાડી રહયા છે. જે ગેરવ્યાજબી નથી. રાષ્ટ્રનું ચલણ લેવાની ના પાડનાર વ્યકિત સામે રાષ્ટ્રદોહનો ગુન્હો બને છે. જો અત્યારથી વ્યાપારીઓ, વ્યાપારી સંસ્થાઓ કે અન્ય કોઈપણ બે હજારની નોટ લેવાની ના પાડશે તો સમાજમાં ગભરાટ ફેલાશે અને તણાવ વધશે અને નોટબંધીના સમયે બેન્કોમાં જેમ લાઇન લાગતી હતી. તેવી સ્થિીનીનું ઉભી થશે. રીઝવ બેન્ક કહે છે કે, “રૂ. ૨૦૦૦ની નોટ ચલણમાં ચાલુ છે ” તેમ છતાં ના પાડવામાં આવી રહેલ છે. તો આવા તત્વો સામે કોઈપણ ગ્રાહકોની ફરીયાદ આવે તો રૂ. ૨૦૦૦/- ની નોટ સ્વિકારવાની ના પાડનાર સામે રાષ્ટ્રદોહનો ગુન્હો દાખલ કરવા આપના તાબા હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનમાં યોગ્ય આદેશ કરવા અમારી વિનંતી છે. વધુમાં આવા તમામ પેટ્રોલ પમ્પ, ફાયનાન્સ કંપનીઓ તેમજ અન્ય તમામ વ્યાપારી સંસ્થાઓમાં તપાસ કરાવશો. તેમજ ઓઈલ કંપનીઓ અને પુરવઠા વિભાગમાં પણ જાણ કરશો જેથી યોગ્ય અધિકારીઓ દ્વારા પણ આ બાબતે પણ જરૂરી પગલા ભરવામાં આવે… તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!