આધારકાર્ડ કાઢતી વખતે કેન્દ્ર પર રહી ગયેલી નજીવી ભુલો લોકો માટે હવે મોટી પરેશાનીનું કારણ બની છે. ભૂલના કારણે નિવૃત કર્મચારીઓને બેન્ક પેન્શન નથી આપી રહી.આ સ્થિતિમાં સરકારની પેન્શન સહાય બેંક ખાતામાં જમા ન થતી હોવાની ફરિયાદ લોકોમાંથી ઉઠી છે. જેને લઈ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, આધારકાર્ડ માટે સરકારે જયાં ત્યાં એજન્સી આપેલ છે અને બીન અનુભવી સામાન્ય પગારથી બેસાડેલ છે તેવુ જાણવા મળેલ છે જે હવે આધાર કાર્ડમાં ઘણાંને જન્મ તારીખની ભુલ હોઇ કોઇના નામમાં ભુલ હોઇ ઘણી બધી ભુલને કારણે પ્રજા પરેશાન થાય છે. હાલમાં એસ.ટી. ના એક કર્મચારી પેન્સન પર ઉતરેલ છે. તેની પાસે જન્મ તારીખનું સર્ટિ છે. પાનકાર્ડ બધામાં જન્મ તારીખ છે. પરંતુ પેન્સન અધિકારી કહે છે આધારકાર્ડમાં જન્મ તારીખ બદલી આપો મોરબી પોસ્ટ ઓફિસમાં ભુલ કરી છે. આ એક આધાર કાર્ડનો દાખલો છે. તો સરકારે આધાર કાર્ડમાં થતી ભુલોને કારણે પ્રજા પરેશાન છે. જન્મ તારીખ માટે લીવીંગ સર્ટિ માન્ય રાખવાનું જે તે અધિકારીને સુચના આપવી જોઇએ આધારકાર્ડમાં ભુલ સુધારવા માટે પ્રજાની લાઇનો લાગેલ છે. તેવુ જાણવા મળેલ છે. તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.