મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે શહેરના કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ ઉપરથી ચોરાઉ એકટીવા મોપેડ સાથે રીઢા વાહન ચોરને પકડી લઈ તેની પાસેથી ચોરીનું એકટીવા કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે, પકડાયેલ રીઢા ચોર આરોપી વિરુદ્ધ શહેર પોલીસ મથકમાં અગાઉ ચાર વાહન ચોરી, પ્રોહીબીશન અને જીપી એક્ટ ગુનાઓમાં પોલીસ ચોપડે નામ નોંધાવી ચુક્યો છે.
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસને આધારે પો.હેડ કોન્સ હિતેષભાઇ ચાવડા તથા જયદીપભાઇ ગઢવીને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે ચોરીમા ગયેલ એકટીવા સાથે મુસ્તાકભાઈ ચાનીયાને કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ ઉપરથી મળી આવતા તેની પાસે મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા, તુરંત પોકેટ કોપથી સર્ચ કરતા, આ એકટીવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીની ફરિયાદ મુજબનું હોવાનું સામે આવતા આરોપી મુસ્તાકભાઇ અબ્દુલભાઇ કાસમભાઇ ચાનીયા ઉવ.૬૦ રહે. મોરબી કાલીકા પ્લોટ સતવારા બોર્ડીંગ પાછળ વાળાની અટક કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી મુસ્તાક ચાનીયાના ગુનાહિત ઇતિહાસમાં તેની સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જીપી એક્ટ, પ્રોહીબીશન અને ચાર જેટલા વાહન ચોરી એમ છ વખત અલગ અલગ ગુનાઓમાં જેલની હવા ખાઈ ચુક્યો છે.