મોરબી સીટી પોલીસ દ્વારા શહેરીજનોને દિવાળીના તહેવારના દિવસોમાં બહાર ફરવા જવાનું થાય તો અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તે માટેની અપીલ કરી છે.
દિવાળીના તહેવારને લઈને લોકો બહાર ફરવા જવા માટેનો વિચારતા હોય છે. ત્યારે ઘરે કોઈ હાજર ન હોય તો ચોરી સહિત બનાવો પણ બનતા હોય છે. ત્યારે મોરબી સીટી પોલીસ દ્વારા શહેરીજનોને બહાર ફરવા જવાનું થાય તો અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તે માટેની અપીલ કરી હતી. જેમ કે બહાર ફરવાનું જવાનું થાય તો ઘર વ્યવસ્થિત લોક કરવું, ઘરમાં કીમતી સામાન રાખવો નહીં તેમજ ઘરેણા સહિતની વસ્તુઓ લોકરમાં રાખવી, ઘરમાં સીસીટીવી કેમેરા રાખેલ હોય તો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે ચેક કરી લેવું તેમજ જો વધારે દિવસ માટે બહારગામ જવાનું હોય તો સ્થાનિક પોલીસને જાણ પણ કરવી તેવી સૂચના એડમિશન પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવી છે તદુપરાંત કોઈ અનિચ્છનીય બનાવવું બને તો 100 નંબર 112 કે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન 02822 230188 નંબર ડાયલ કરી ફરિયાદ કરી શકો છો તેમ મોરબી એ ડિવિઝન પોલીસે જણાવ્યું છે.