ગઈકાલે તામિલનાડુ પાસે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા સીડીએસ જનરલ બિપિન રાવત તથા તેમનાં પત્ની સહિત 13 અધિકારીઓના નિધન થયા હતાં. આ દુર્ઘટનાનો પગલે દેશ આખો શોકમગ્ન છે. જેને લઈને મોરબી શહેર યુવા ભાજપ દ્વારા નવા બસસ્ટેન્ડ નજીક શહિદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
ભારતીય સેનાની ત્રણેય પાંખનાવડા બિપીન રાવત પણ હેલિકોપ્ટર અકસ્માતમાં શહીદ થતા દેશમાં શોકની લહેર જોવા મળી હતી. ત્યારે આજે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મોરબીના નવા બસસ્ટેન્ડ સામે શહિદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજાયો હતો. યુવા ભાજપના અગ્રણીઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી બે મિનિટ મૌન પાળી શહીદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેના પત્ની મધુલિકા રાવત સહિત અન્ય 11 જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.જનરલ બિપિન રાવત એ જે દેશ માટે સેવા કરી છે તે ભૂલી શકાય તેમ નથી કહી મોરબી જિલ્લા ભાજપના યુવા અગ્રણીઓએ ઊંડો શોક વ્યકત કર્યો હતો.