હોટલમાં કામ કરતા યુ.પીના કર્મચારીનો મોબાઇલ બિહારનો સહ કર્મચારી ચોરી કરીને ફરાર
મોરબીમાં લાલશા હોટલમાં કામ કરતા કર્મચારીઓ નગર દરવાજા નજીક કડીયા શેરીમાં આવેલ રૂમમાં રહેતા હોય ત્યારે યુપીના કર્મચારીએ ઉપરોક્ત હોટલથી મોડીરાત્રીના પરત આવી પોતાનો સેમસંગ કંપનીનો મોબાઇલ ચાર્જિંગમાં રાખ્યો હોય ત્યાંથી બિહારનો સહ કર્મચારી મોબાઇલની ચોરી કરીને જતો રહ્યો હોય, ત્યારે મોબાઇલ ચોરીની પ્રથમ ઇ-એફઆઈઆર બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના શ્રાવસ્તી જીલ્લાના ચકવા ગામના વતની હાલ મોરબી ગ્રીન ચોક નજીક કડીયાવાસમાં રહેતા શફીમહમદ ઈદ્રિશભાઈ ગુર્જર એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રાહીલ રહે.બિહારવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૨૨ ડિસેમ્બરના રાત્રીના અઢી વાગ્યાના અરસામા ફરિયાદી શફીમહમદ તથા હોટલમાં સાથે કામ કરતો રાહીલ તથા અન્ય માણસો હોટલ પર કામ પુર્ણ કરીને નગર દરવાજા પાસે કડીયા શેરીમા આવેલ રૂમ પર સુવા ગયેલ ત્યારે ફરિયાદીએ પોતાનો સેમસંગ કંપનીનો A14 5G મોડલનો જેના IMEI NO-350339955696164 વાળો મોબાઇલ ચાર્જીંગમાં રાખીને સુઈ ગયેલ જે બાદ ફરિયાદી શફીમહમદ બપોરના બારેક વાગ્યાના અરસામાં ઉઠેલ ત્યારે ચાર્જિંગમાં રાખેલ મોબાઈલ ફોન નહીં મળતા, રૂમમાં તપાસ કરતા મળી આવેલ નહી તેમજ હોટલમાં સાથે કામ કરતો અને સાથે જ રૂમમાં રહેતો આરોપી રાહીલ પણ રૂમમા કે આજુબાજુ મળી આવેલ નહી જે આ મોબાઇલ ચોરી કરીને ક્યાંક જતો રહ્યો હોય જે મુજબની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોલી સામે ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.