મોરબી કોલ એસોસિયેશનની મિટિંગ યોજાઈ હતી.જેમાં હાલ વર્તમાન સમયમાં વધુ પડતી ઉધારીને કારણે આગામી સમયમાં કોલ ઉદ્યોગ ટકી શકે તેમ નથી તેથી કોલ ઉદ્યોગમાં ફસાયેલા નાણાં બહાર આવે તે માટે બાકીદારોને માલ નહિ મોકલવા તેમજ ફ્રોડ લિસ્ટમાં મૂકવા સહિતના અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી છે.
કોલ એસોસિએશન મોરબી દ્વારા ગતરોજ તા. ૨૫/૦૪/૨૦૨૫ ને શુક્રવારના રોજ કોલ એસોસીએસનની મિટિંગ મળી હતી. જેમા ઉદ્યોગોને પડતી સમસ્યાઓ અને આગામી આવનારા પડકારોને ધ્યાનમા લઈને વિવિધ મુદ્દાઓ સાથેની ચર્ચા કરવામા આવી હતી. જેમાં વધુ પડતી ઉધારી તેમજ પૈસા ખોટા થવાનુ પ્રમાણ હાલમા વધી ગયું છે. તેથી કોલ ઉદ્યોગ ટકી રહે તે માટે સર્વાનુમતે નિર્ણયો લેવામા આવ્યા છે.જેવા કે લાંબા સમયથી ચાલતી આવતી ઉધારીના પૈસા ન આપતા હોઈ એવી ઇન્ડસ્ટ્રીઝમા કોઈપણ કોલ સપ્લાયર્સ માલ નાખશે નહિ. જ્યાં સુધી ફસાયેલા નાણાં પરત નહિ આપે ત્યાં સુધી કોઈ પણ કોલ સપ્લાય નહિ કરે. અને જે લોકો કોલ ઇન્ડસ્ટ્રીઝના નાણા પરત આપતાં નથી તેવા ટ્રેડર્સ તથા ઉદ્યોગકારોના નામ ફ્રોડ લિસ્ટમાં મુકવામાં આવશે. અને આ સિવાય કોલ ઇન્ડસ્ટ્રીઝ ટકી રહે તે માટેના અનેક નિર્ણયો પણ લેવામા આવ્યા છે. જે નિર્ણય કોલ એસોસીએસનના સભ્યો દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્યા છે.જેની નોંધ તમામ ઉદ્યોગકારો અને ટ્રેડર્સ લે તેવી જાણ કરવામાં આવી છે.આ બેઠકમાં મોરબી કોલ એસોસિયેશન ના પ્રમુખ જીગ્નેશભાઈ કૈલા અને ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ સહિત કોલ એસોસિયેશન ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.