મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ઇવીએમ વેરહાઉસની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ઇવીએમ વેરહાઉસ ખાતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા, જાળવણી તેમજ સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.






