Sunday, March 30, 2025
HomeGujaratમોરબી ક્લેક્ટર કચેરીએ સીલીકોસીસ પીડીત સંઘ ફરી રજૂઆત કરવા પહોચ્યો

મોરબી ક્લેક્ટર કચેરીએ સીલીકોસીસ પીડીત સંઘ ફરી રજૂઆત કરવા પહોચ્યો

મોરબીના સીલીકોસીસ પીડીત સંઘના સભ્યો તા. ૨૫ માર્ચના રોજ મોટી સંખ્યામા કલેકટર ખાતે ઉમટી પડતર માંગણીને લઈને રજુઆત કરી છે. મોરબી જીલ્લામાં મજુર અદાલત, મોરબી સીવીલમાં ફેફ્સાંના નીષ્ણાત તબીબની નીમણુંક કરવી, સીલીકોસીસ દર્દીઓને અંત્યોદય કાર્ડ કાઢી આપવા, અપંગોને મળતા લાભ સીલીકોસીસ દર્દીઓને પણ આપવા તેમજ સીરામીક એકમોમાં કારખાના કાયદાના ઉસ્ત અમલ બાબતે રજુઆત કરવામાં આવી છે….

- Advertisement -
- Advertisement -

મોરબીના સીલીકોસીસ પીડીત સંઘના સભ્યો તા. ૨૫ માર્ચના રોજ મોટી સંખ્યામા કલેકટર ખાતે પડતર માંગણીને લઈને રજુઆત કરવા પહોચ્યા હતાં. ગત તા. ૦૭/૦૧/૨૦૨૫ ના રોજ સંઘ દ્વારા અનેક માંગણીઓ કરવામાં આવી હતી. જે પૈકી ઓકસીજન કોંસ્ટ્રેટરની વ્યવસ્થા કલેક્ટરની દખલને કારણે થઇ શકી છે. જ્યારે વળતર દાવા માટે મફત કાનુની સહાય માટે થોડી માથાકુટ પછી વકીલ ફાળવવામાં આવ્યા છે. તે સફળતાથી પ્રેરાઇને સંઘના સભ્યો ફરીથી બાકીની માગણીઓ માટે પણ કલેક્ટર હસ્તક્ષેપ કરે તેવી આશા અને અપેક્ષા સાથે રજુઆત કરવા ઉમટી પડ્યા હતા. સંઘે રજૂઆત સાથે માગણીઓ કરી હતી કે મોરબી જીલ્લામાં મજુર અદાલત, મોરબી સીવીલમાં ફેફ્સાંના નીષ્ણાત તબીબની નીમણુંક કરવી, સીલીકોસીસ દર્દીઓને અંત્યોદય કાર્ડ કાઢી આપવા, અપંગોને મળતા લાભ સીલીકોસીસ દર્દીઓને પણ આપવા તેમજ સીરામીક એકમોમાં કારખાના કાયદાના ઉસ્ત અમલ બાબતે રજુઆત કરવામાં આવી હતી. ત્યારે સંઘના સક્રિય સભ્ય સીલીકોસીસ દર્દી હરીશભાઈએ જણાવ્યુ કે 7 જાન્યુઆરીના રોજ સંઘના સભ્યો કલેક્ટરને રજુઆત કરવા ગયા ત્યારે તેમના સાથી જગદીશભાઈ સોલંકી (ઉમર 42 વર્ષ) પણ હતા. પરંતુ સીલીકોસીસ કારણે તા. ૨૦/૦૨/૨૦ ને દિવસે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે તેમનું દુખદ અવસાન થયું હતું. જગદીશભાઇ મોરબીના સીમ્પોલો સીરામીક સેનેટરીવેરમા કામ કરતા પરંતુ એમની પાસે ઓળખ કાર્ડ, પગાર પાવતી કે અન્ય કોઈ આધાર પુરાવા ન હતા. તેમનું કુટુંબ કર્મચારી વળતર ધારા હેઠળનો દાવો કેવી રીતે કરી શકશે ? સંઘના મહીલા સભ્યે ફરીયાદ કરતાં જણાવ્યું કે મોરબીના ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય અધીકારી તેમના જેવા મજુરોને કશી મદદ કરતા નથી. મોરબી જીલ્લામા સીલીકોસીસ પીડીતોનો આંકડો 102 છે જે પૈકી 40 નો સીલીકોસીસએ ભોગ લીધો છે. ત્યારે હાલ અન્ય બીજા જીવીત દર્દીઓને ઘરનુ ગુજરાન કરવામા ફાફા પડી રહ્યા છે. તેવી રજૂઆત કરતા કલેક્ટરએ સંઘના સભ્યોને યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી અને સંઘના સભ્યો સાથે આગામી મહીનામાં મીટીંગ કરવાની પણ બાંહેધરી આપવામાં આવી છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!