મોરબીમાં પાપાજી ફનવર્લ્ડ પાછળ આવેલ તુલસી પાર્ક સોસાયટીમાં ઘર પાસે કાર પાર્ક કરવાની ના પાડવાના વિવાદમાં વૃદ્ધના ઘર પાસે હોકી લઈને આવી, બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી શનાળા બાયપાસ રોડ પાપાજી ફન વર્લ્ડ પાછળ તુલસી-પાર્ક સોસાયટીમાં રહેતા જીવરાજભાઈ લાલજીભાઈ પનારા ઉવ.૭૦એ ગઈ તા.૦૬/૦૩ના રોજ પોતાના ઘરે હોય ત્યારે ઘર પાસે બાજુની શેરીવાળાએ ફોરવ્હીલ પાર્ક કરેલ હોય, જેથી જીવરાજભાઈએ તેઓને ઘર પાસે કાર પાર્ક કરવાની ના પાડી હતી, જે બાબતનો ખાર રાખી, તા.૦૭/૦૩ના રોજ વૃદ્ધ પોતાના ઘરે હોય ત્યારે આરોપી અશોક ઉર્ફે મુન્નો દેવાણંદભાઈ જીલરીયા રહે. શનાળા બાયપાસ, પાપાજી ફન વર્લ્ડ પાછળ મૂળ રહે.રાજપર વાળો જીવરાજભાઈના ઘર પાસે આવી કહેવા લાગ્યો કે ‘ઘર પાસે કાર પાર્ક કરવાની કેમ ના પાડો છો ?, શેરી તમારા બાપની છે?’ જે બાદ એકદમ ઉશ્કેરાઈ આરોપી અશોક ઉર્ફે મુન્નો હોકી લઈને આવી, વૃદ્ધને બેફામ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ એ ડિવિઝન પોલીસે સમગ્ર બનાવ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.