મોરબીમાં વીસીપરા સૌરાષ્ટ્ર નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ ધ્રાંગધ્રા તાલુકાના રાજચરડી ગામના યુવકની પત્ની રીસામણે હોય જેથી અવાર નવાર તેડવા જતા સાસરી પક્ષવાળા તેને મોકલતા ન હોય અને ખોટી ચડામણી કરી માનસિક ત્રાસ આપતા હોય તે દરમિયાન મોબાઇલ ફોનમાં તેના સાળા અને સાસુ બીભત્સ ગાળો આપી ડરાવતા, ધમકાવતા યુવકને મરવા મજબુર કર્યો હોય, ત્યારે સમગ્ર બનાવ મામલે યુવકની માતા દ્વારા બંને આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સુ.નગર જીલ્લાના રાજચરડી ગામના વતની હાલ મોરબી વીસીપરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા ગીતાબેન કાંતીભાઈ દેવજીભાઈ સોલંકી ઉવ.૪૫ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી દેવાભાઈ જગદીશભાઈ ડાભી તથા હંસાબેન જગદીશભાઈ ડાભી રહે.બંને-શક્તિપરા હસનપર તા.વાંકાનેરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદીના દિકરા રાજેશભાઈના લગ્ન આરોપી હંસાબેનની દિકરી પુજાબેન સાથે દોઢેક વર્ષથી થયેલા હોય ત્યારે પૂજબેન હાલમા તેના પિયર માતાપિતાના ઘેર રીસામણે હોય, બીજીબાજુ રાજેશભાઇ અવાર નવાર તેડવા જવા છતા પુજાબેનને સાસરીમાં મોકલતા ન હોય અને પૂજબેનની ખોટી ચડામણી કરી બીજુ મકાન લેવા માટે દબાણ કરી મરણ જનાર રાજેશભાઈને ખોટી રીતે ટોર્ચર કરી હેરાન પરેશાન કરતા હોય, આ દરમિયાન મોબાઈલ ફોન દ્રારા રાજેશભાઈના સાળા આરોપી દેવાભાઈએ તથા તેના સાસુ આરોપી હંસાબેનએ બિભત્સ ગાળો આપી ધમકાવી ડરાવી મરવા મજબુર કરતા રાજેશભાઈએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ મામલે પોલીસે મૃતકના સાળા-સાસુ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.