Wednesday, April 2, 2025
HomeGujaratમોરબી:વ્યાજ-મુદ્દલ પરત કર્યા છતા રાજકોટના યુવક પાસે પઠાણી ઉઘરાણી અને ધમકી આપતા...

મોરબી:વ્યાજ-મુદ્દલ પરત કર્યા છતા રાજકોટના યુવક પાસે પઠાણી ઉઘરાણી અને ધમકી આપતા બે વ્યાજખોર સામે ફરિયાદ.

મોરબી:એકાદ વર્ષ પહેલાં વ્યાજે લીધેલા ૧૦ લાખના કુલ ૨૫ લાખથી વધારે રકમ પરત કરવા છતાં રાજકોટના યુવક પાસે મૂળ રકમ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો અને ફોન ઉપર ધમકી આપતા બે વ્યાજખોર સામે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રોડ ઉપર નંદભુમી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૫૪૩માં રહેતા વિકાસભાઈ ધરમશીભાઈ સાદરીયા ઉવ.૨૯ એ આરોપી સુનીલભાઇ પ્રેમજીભાઇ દલસાણીયા રહે. રવાપર રોડ મોરબી તથા આરોપી વિપુલભાઇ સવસેટા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી વિકાસભાઈએ એકાદ વર્ષ પહેલા આરોપીઓ પાસેથી ૧૦,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ જેની સામે ફરીયાદી વિકાસભાઈએ અલગ અલગ તારીખે રોકડેથી, ગુગલ પે, નેટ બેન્કીંગ , આંગડીયા દ્રારા કુલ રૂ.૨૫,૧૩,૫૦૦/- બન્ને આરોપીઓને ચુકવી આપેલ તેમજ બંન્ને આરોપીઓને ત્રણ કોરા ચેક આપેલ, તેમ છતા વ્યાજની તથા મુળ રકમની ઉધરાણી કરતા હોય અને ફરિયાદી વ્યાજ ન આપે તો બંને વ્યસજખોર આરોપીઓ વિકાસભાઈને ફોન પર બેફામ અપશબ્દો બોલી ધમકી આપતા હોય જે મુજબની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!