Friday, March 29, 2024
HomeGujaratમોરબી : શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં 'તુ મોટરસાયકલનો હોર્ન શા માટે વગાડે...

મોરબી : શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં ‘તુ મોટરસાયકલનો હોર્ન શા માટે વગાડે છે’ કહી દંપતિને ૬ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સોનલ પી.સી.ઓ વાળી શેરીમાં બ્લોક નં. ૧૧૨૬ ‘કર્મનિવાસ’ મકાનમાં રહેતા શૈલેન્દ્રસિંહ લાલુભા ઝાલા (ઉ.વ.૪૫) એ શક્તિસિંહ ચંદ્રસિંહ ઝાલા, સુખદેવસિંહ જાડેજા, ફરિયાદીનાં ઘર સામે રહેતા એક બ્રાહ્મણ તથા આ ત્રણેયનાં પત્નીઓ એમ કુલ ૬ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આ તમામે ગત તા. ૧૬નાં રોજ રાત્રે તુ મોટરસાયકલનો હોર્ન શા માટે વગાડે છે તેમ કહીને ફરિયાદી તથા તેમનાં પત્ની મેઘનાબાને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!