મોરબીના શનાળા ખાતે આવેલું વિદ્યા ભારતીય સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શિક્ષણના અનેક જુદા જુદા પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુશુપ્ત શક્તિ જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન ના ભાગરૂપે શિક્ષણમાં સમગ્ર વિકાસ અભ્યાસક્રમ નો પ્રયોગ ઘણા વર્ષોથી ચાલે છે. વિદ્યાર્થી નો સર્વાંગણ વિકાસ કરવા માટે શિક્ષણને સહાયક એવા અનેક કાર્યક્રમો વિદ્યાલયના માધ્યમથી થાય છે.
જેના ભાગરૂપે દિનાંક.૯/૨/૨૫ અને રવિવારે સવારે 10 થી 12 દરમિયાન ધોરણ ૫ થી ૮ ના લગભગ 50 એક વિદ્યાર્થીઓ 10 જેટલા વાલીઓ અને 10 વ્યવસ્થાપક આચાર્યો માટે શંખનાદ અભ્યાસ વર્ગનો આયોજન થયું. આ અભ્યાસ વર્ગમાં વિશેષ માર્ગદર્શન માટે શંખ વિશેષજ્ઞ એવા સમીરભાઈ પંડ્યા કડી થી પધાર્યા હતા.સમીરભાઈએ તેમની વાતમાં જણાવ્યું કે શંખનાદ કરવાથી વિદ્યાર્થીની સ્મૃતિ શક્તિમાં વધારો થાય છે. વિદ્યાર્થીનું શારીરિક બળ વધે છે. ગળા નો વિકાસ થાય છે. બીજી અનેક નાની મોટી શારીરિક તથા માનસિક મુશ્કેલીઓ દૂર થાય છે. શંખનાદ એક આધ્યાત્મિક પ્રક્રિયા પણ છે. આ બધું સમજાવતા તેમણે શંખના વિવિધ પ્રકાર વિશે પણ વાત કરી. શંખનાદ કેવી રીતે કરી શકાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓને શંખનાદ નો અભ્યાસ ખુબ સુંદર રીતે કરાવ્યો.
આ તકે વિદ્યાલયના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયાએ સમીરભાઈ પંડ્યા ના આ કાર્યક્રમને એક વિશિષ્ટ કાર્યક્રમ જણાવતા કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમો મોરબીમાં જવલે જ થતા હશે. મોરબી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ ખૂબ ભાગ્યશાળી છે કે તેમને આ પ્રકારના જ્ઞાનનો લાભ મળે છે. તેમણે સમીરભાઈના પ્રયત્નને ખુદ બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાલયના વ્યવસ્થાપક દિપકભાઈ વડાલીયા, મહેશભાઈ જાની, નિયામક સુનિલભાઈ પરમાર તથા વિદ્યાલયના પ્રધાન આચાર્ય તુષારભાઈએ ખૂબ જ જહેમત ઉઠાવી.વિદ્યાર્થીઓએ દરરોજ વહેલા ઊઠવાનો તથા સવાર સાંજ શંખનાદ કરવાનો સંકલ્પ લીધો અને શાંતિ મંત્ર બોલી આ કાર્યક્રમ પૂર્ણ થયો.