મોરબી કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને ભાજપના નગરપાલિકાના શાસન દરમિયાન કૌભાંડ થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
મોરબી કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ભ્રષ્ટાચારને લઇને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે મોરબી ભાજપ શાસિત નગરપાલિકા હતી ત્યારે કૌભાંડો કરવામાં આવ્યા છે. RTI હેઠળ માહિતી માંગી હતી જેના આધારે કૌભાંડ થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. 45 d હેઠળ થયેલા કામોમાં જે તે સમયની ભાજપની બોડીએ ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઓછા રૂપિયામાં થતા કામોના ઊંચા ભાવ બતાવી ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરાયો છે.હાલ મોરબી મહાનગરપાલિકા બની છે પરંતુ જ્યારે નગરપાલિકા હતી અને ભાજપનું શાસન હતું ત્યારે આ કૌભાંડો આચરવામાં આવ્યા છે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે.