અમે શ્રીફળ વધેરી બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકી દીધું છે લોકો આ બસ સ્ટેન્ડ નો લાભ લઈ શકશે કે નહીં તે અધિકારીઓ ના નિર્ણય પર નિર્ભર:કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુ
મોરબીમાં કરોડોના ખર્ચે અદ્યતન નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને આ કામ ચાલુ હતું ત્યાં સુધી હંગામી ધોરણે બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું હતું અને લોકોએ પણ બે વરસ સુધી હંગામી બસ સ્ટેન્ડ માં ધૂળ ની ડમરીઓ સહન કરીને સહકાર આપ્યો પણ હવે નવું બસ સ્ટેન્ડ બનીને તૈયાર થઈ ગયું હોવા છતાં ચાર – પાંચ મહિના થી હજુ આ બસ સ્ટેન્ડ ને લોકો માટે ખુલ્લું મૂકવામાં ન આવતા મોરબી કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ બસ સ્ટેન્ડ નું કોંગ્રેસ લોકાર્પણ કરી નાખશે અને વાહન વ્યવહાર મંત્રી, ધારાસભ્ય ,એસપી અને જિલ્લા કલેક્ટર ને પત્ર લખી આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.
બસ સ્ટેન્ડ માં મોરબીની ઓળખો ની પ્રતિકૃતિ મૂકી ને બ્યૂટી ફિક્શન ની કામગીરી અધુરી છે એટલે ખુલ્લું નથી મુકાયું:ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા
આ લોકાર્પણ ના કાર્યક્રમ ને લઈને વહેલી સવારથી જ નવા બસ સ્ટેન્ડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે બાદ નિયર સમયે કોંગ્રેસ કાર્યકરો રીબીન સાથે નવા બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા અને રીબીન લગાવે તે પેહલા જ પોલીસે તમામ કોંગી કાર્યકરો ની અટકાયત કરી હતી તેમજ એક કોંગી આગેવાન દ્વારા નવા બસ સ્ટેન્ડના ગેટ પર શ્રીફળ વધેરી દઈને લોકાર્પણ થઇ ગયું હોવાની જાહેરાત પણ કરી હતી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી એ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે હવે લોકોને લાભ લેવા દેશે કે નહીં એ અધિકારીઓ ના નિર્ણય પર નિર્ભર છે.
જે અંગેની પ્રતિક્રિયા આપતા મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ જણાવ્યુ હતુ કે આ બસ સ્ટેન્ડ માં હજુ બ્યુટી ફિકેશન ની કામગીરી કરવાની બાકી છે અને અંગે પેહલા જ સરકારમાં રજુઆત કરી દીધી છે તેમજ કોંગ્રેસ ને મેણું મારતા જણાવ્યું હતું કે કોંગ્રેસ એ છેલ્લા ત્રણ દાયકાથી કોઈ લોકાર્પણ કરવાનો મોકો મળ્યો નથી જેથી આવા લોકપર્ણ કરવા મથામણ કરે છે પરન્તુ કામ પૂર્ણ થઈ જશે ત્યાર બાદ બસ સ્ટેન્ડ ને ખુલ્લું મૂકી શકાશે.