Monday, July 14, 2025
HomeGujaratમોરબી કોંગ્રેસે મનપાનો ઘેરાવ કર્યો,ચકાજામ,સુત્રોચાર બાદ અંતે મનપા કમિશ્નર ચર્ચા કરવા તૈયાર...

મોરબી કોંગ્રેસે મનપાનો ઘેરાવ કર્યો,ચકાજામ,સુત્રોચાર બાદ અંતે મનપા કમિશ્નર ચર્ચા કરવા તૈયાર થતા રજૂઆતો કરાઈ

મોરબીમાં કોંગ્રેસ દ્વારા મનપા નો ઘેરાવ કરવામાં આવ્યો હતો અનેક વિસ્તારોમાં રોડ રસ્તા લાઇટ અને ગટર ના પ્રશ્નો દૂર કરવાની અનેક રજૂઆતો છતાં કામ ન થતાં કાંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો જોકે શરૂઆતમાં જ પોલીસે ચાંપતો બંદોબસ્ત ખડકી ને મનપા ના દરવાજા પર તાળા મારી દીધા હતા જેથી અંદર પ્રવેશ ન મળતા કોંગ્રેસ અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું અને કલાક જેટલો સમય વિત્યા બાદ અને મનપા અધિકારીએ થોડા લોકોને અંદર આવવાની મંજૂરી આપતા અંતે કોંગ્રેસે પોતાની રજૂઆત કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી રોડ રસ્તા અને ગટર બાબતે ખૂબ ચર્ચામાં રહ્યું છે કેમ કે મોરબી માં અનેક રજૂઆતો છતાં કામ ન થતાં અંતે લોકો રોડ પર ઉતર્યા હતા ત્યારે આવા અનેક પ્રશ્નોની રજૂઆત ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી પરંતુ એ સમસ્યાનું નિરાકરણ ન થતાં અંગે કોંગ્રેસ પણ રોડ પર ઉતરી હતી ને ચક્કાજામ તેમજ મનપાનો ઘેરાવ કર્યો હતો અને મનપા કમિશ્નર ને રજૂઆત કરવા અંદર પ્રવેશ કરવાની સાથે જ પોલીસે દરવાજા પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો અને દરવાજે તાળા લટકાવી દીધા હતા જોકે કોંગ્રેસ કાર્યકરોએ છતાં પણ દરવાજો કુદી ને અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતા પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું.

આશરે એક કલાક બાદ ભારે સમજાવટ ને અંતે કમિશ્નર દ્વારા થોડા લોકોને અંદર આવવાની મંજૂરી આપતા કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતના નેતાઓએ મોરબી શહેરના રોડ રસ્તા સારા બનાવવા અને બિલ્ડિંગોના ગેરકાયદે દબાણો હટાવવા માટે રજૂઆતો કરી હતી સાથે જ થોડા દિવસ અગાઉ મનપા કમિશ્નર અને કલેક્ટરની હાજરીમાં કલેક્ટર ઓફિસ ખાતે ભાજપ કાર્યકરો સાથે બેઠક કરી હતી.

તો તે બાબતે પણ કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને કોંગ્રેસના કોઈ કાર્યકરો કે પૂર્વ કાઉન્સિલરો ને કેમ આ બેઠકમાં ન બોલાવવામાં આવ્યા તેવો સવાલ કર્યો હતો જોકે કમિશનર દ્વારા આ બાબતે પછી ચર્ચા કરશે તેવો જવાબ આપ્યો હતો.અને રજૂ કરેલ તમામ પ્રશ્નો ની ચર્ચા કરી ને આગામી સમયમાં દૂર કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેમ કમિશ્નર એ જણાવ્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!