મોરબી ના પંચાસર રોડ પર નગરપાલિકા સંચાલિત નંદિઘર તાજેતરમાં બંધ કરવામાં આવ્યું છે ત્યારે હવે સોનાના કટકા સમાન વિશાળ જમીન કોઈ ભૂ માફિયા કે રાજકીય વ્યક્તિ પોતા ના કબજા માં લઇ લે તે પહેલા મોરબી ની પ્રજા ને હરવા ફરવા માટે બગીચો બનાવવા અથવા પાલીકા ના લાઈટ બિલનું ભારણ ઘટાડવા સોલાર પ્લાન લગાવવા કોંગ્રેસ અગ્રણી રમેશભાઇ રબારી અને મહેશભાઈ રાજ્યગુરુ દ્વારા માંગ કરવામાં આવી છે.
જેમાં તેઓએ જણાવ્યું છે કે મોરબી નગરપાલિકા એ A ગ્રેડ ની નગરપાલિકા કહેવાય છે પરંતુ પ્રજા ને સુવિધા ના નામે D ગ્રેડ ની પાલિકા જેવી સુવિધા મળે છે.શહેર ની પ્રજા પાલિકા ને ટેક્ષ નિયમિત ભરે છે કારણ કે પ્રજા ને જોયતી પ્રાથમિક સુવિધા હરવા ફરવા બાગ બગીચા નગરપાલિકા આપે પણ મોરબી ની નગરપાલિકા આ બધી સુવિધા આપવામાં માં સરેઆમ નિષ્ફળ ગયેલ છે.હાલ શહેર માં નગરપાલિકા સંચાલિત બાગ બગીચા છે પણ બાગ બગીચા માં ફરવા જવાય એવા એક પણ બગીચા નથી માટે શહેર ના નાગરિકો ને પ્રાઇવેટ રિસોર્ટ માં જવું પડે છે અને આર્થિક રીતે પણ સહન કરવું પડે છે. મોરબી નગરપાલિકા ને લોકો ને હરવા ફરવા અને મનોરંજન માટે સુવિધા આપવા માટે મનોરંજન હેડ હેઠળ ગ્રાન્ટ મળે છે સાથે પ્રજા ટેક્ષ ના પેસા પણ ભરે છે તો મોરબી ની પ્રજા ને હરવા ફરવા માટે સારો બગીચો હોવો પણ જરૂરી છે.મોરબી નગર પાલિકા પાસે જમીન પણ પંચાસર રોડ પર જ્યાં નંદીઘર બનાવેલ તે વિશાળ જગ્યા પણ છે ત્યારે આ જગ્યા માં બગીચો બનાવી પ્રજા ને મનોરંજન મળે તે કરવું જરૂરી છે.
મોરબી નગરપાલિકાની આ વિશાળ સોનાના કટકા સમાન જગ્યા ઉપર ભુ માફિયા અને રાજકીય વ્યક્તિ નો ડોળો હોય ને કોઈ પણ ભોગે આ જગ્યા પોતા ના કબજા માં લઇ લેવી છે ક્રિકેટ એકડેમી ના નામે કે કોઈ ટ્રસ્ટ ના નામે આ કીમતી જમીન પોતાના કબજા માં લેવા ના પેતરા કાવતરા ચાલી રહીયા છે તેવું લોકો ના મુખે ચર્ચા થઈ રહેલ છે યુવાનો માટે ક્રિકેટ માટે સામે કાઠે મેદાન છે જ અને જાણવા પ્રમાણે આ ક્રિકેટ એકડમી માં ઘર ઘર ના પ્રમુખ અને ઘર ના જ સભ્ય હોય તેવી પણ ચર્ચા લોકો કરી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા ના વહીવટદાર અને ચીફ ઓફિસર ને વિનતી કરતા જણાવ્યું છે કે આ પંચાસર રોડ પર આવેલ નંદિઘર ની ખાલી પડેલ જગ્યા ઉપર મોરબીની પ્રજા ને હરવા ફરવા માટે એક સારો બગીચો બનાવવા માં આવે તેમ મોરબી ની પ્રજા ઇરછી રહેલ છે અને નદીઘર ની ખાલી પડેલ જગ્યા વિશાળ હોય ને તેથી બગીચા સાથે સોલાર પેનલ પ્લાન બનાવવા માં આવે. જેથી મોરબી નગરપાલિકા ઉપર લાઈટ બિલ નો બોઝ પડે છે તે પણ ઓછો કરી શકાય તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ ગૂજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને મોરબી શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી દ્વારા જણાવવામાં આવ્યું છે.