મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા નિદત બારોટના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ તકે કોરોના કાળમાં અવસાન પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા માંગ કરાઈ હતી. વધુમાં સરકારની બેદરકારી અને મૃતકોના આંકડા છુપાવવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે સરકાર વિરુદ્ધ ચાબખા મારવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લા કૉંગ્રેસના કાર્યાલય ખાતે આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના સૌરાષ્ટ્ર કચ્છ પ્રવક્તા નિદત બારોટના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પત્રકાર પરિસદમાં કોરોનાકાળમાં સામે આવેલી સરકારની બેદરકાર નીતિની ટીકા કરવામાં આવી હતી. ઓક્સિજન, હોસ્પિટલમા બેડનો અભાવ એમ્બ્યુલન્સના અભાવ સહિતની બાબતે સરકાર સામે આકરા પ્રહારો કરાયા હતા. આ ઉપરાંત કોરોનાને લીધે મૃત્યુ પામેલાઓના સ્વજનોને યોગ્ય વળતર ચૂકવવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.
કોરોનાથી થયેલ મૃત્યુના આંકડા સરકાર છુપાવતી હોવના અગાઉ પણ અનેક આક્ષેપ થતા સરકાર આ બાબતે ભારે બદનમીનો માર ભોગવી રહી છે તેવામાં મોરબી જીલ્લામાં સરકારી ચોપડે 87 મૃત્યુ બોલે છે પણ કોંગ્રેસ દ્વારા 600 ફોર્મ ભરાવાયા છે જે સરકાર આંકડા છુપાવી રહી હોવાના બોલતા પુરાવા છે તેમ જણાવાયું હતું.