Friday, January 17, 2025
HomeGujaratકાયદાનો દંડો ઉગામીને કરાતી કર વસુલાત ગઈ ક્યાં ?મોરબી કોંગ્રેસે ચીફ ઓફીસરને...

કાયદાનો દંડો ઉગામીને કરાતી કર વસુલાત ગઈ ક્યાં ?મોરબી કોંગ્રેસે ચીફ ઓફીસરને પત્ર લખી સવાલ ઉઠાવ્યો

પત્ર દ્વારા કોંગ્રેસે જણાવ્યું હતું કે છાશવારે ધારાસભ્ય સહિત નગરપાલીકાના વહીવટદાર તેમજ ચીફ ઓફીસરના અખબારી નિવેદનો આવે છે કે નગરપાલીકાની તીજોરી તળીયા ઝાટક છે અને લોકોએ કરવેરા ભરી દેવા જોઈએ. જે વાત પર હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોરબી જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફીસરને પત્ર લખવામાં આવ્યા છે. અને નાણા ગયા ક્યાં તે અંગે સવાલો પૂછી તેની તપાસ કરવા માંગ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોરબી જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફીસરને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, નગરપાલીકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. નગરપાલિકા પાસે બત્રીસ કરોડ જેવું સ્વભંડોળ હતુ તે ક્યાં વપરાયું છે. તેની તપાસ કરવામાં આવી નથી. ત્યારે કાયદાનો દંડો ઉગામીને લોકોની મિલ્કતો સીલ કરીને કરવેરાની વસુલાત કરવામાં આવી રહી છે. તે લોકાશાહી સાથે સુસંગત નથી. કોંગી નેતા દ્વારા સવાલો ઉભા કરતા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નગરપાલીકામાં ૪૫-ડી હેઠળ જે કામ કરવામાં આવ્યા છે. તેમાં ઘણા કામ થયા નથી. તેના બીલ ચુકવાઈ ગયા હોય તેવી લોકોની ફરીયાદ છે. પરંતુ લોકોની આવી વાત સાંભળવા તમારે કાન નથી. ત્યારે આ ૪૫-ડી હેઠળ ૧૦૦% કામ કર્યુ હોય તો પણ તે ગેરકાયદેસર છે. કેમ કે મોરબી શહેરમાં કુદરતી કે માનવ સર્જીત કોઈ આપતી નહોતી કે નગરપાલીકાની જનરલ બોર્ડની બેઠક યોજી ન શકાય. તેમ છતાં ૪૫-ડી હેઠળ જે કામ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે અને તે હેઠળ વાપરવામાં આવેલી ગ્રાન્ટની રકમ વસુલવામાં આવે અને નગરપાલીકાની તિજોરીમાં જમા કરવામાં આવે.

કિશોરભાઈ ચિખલીયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, નગરપાલીકા વિસ્તારમાં લોકોના ઘરની ભો-ખાળ સાફ કરવા માટે નગરપાલીકાનું વાહન આવે છે અને સાફ કરી જાય છે અને આ વાહન ચાલક જે તે ઘરના માલીક પાસે રૂ. ૧૨૦૦/- સ્થળ ઉપર જ વસુલ કરે છે અને તેની પહોંચ પણ આપવામાં આવતી નથી. તો ખરેખર ભો-ખાળ સાફ કરવાનો ચાર્જ શું છે ? અને ખરેખર વસુલાત કરવામાં આવી છે તે રકમ સાથે સંસંગત હોય તો પહોંચ કેમ આપવામાં આવતી નથી ? જાન્યુઆરી-૨૦૨૪ થી આજ સુધીમાં આવી ભો-ખાળ સાફ કરવા અંગે વસુલ કરેલ ચાર્જ અંગે તપાસ કરવામાં આવે. આ ઉપરાંત ઝુલતો પુલ તુટયો તે પહેલા નગરપાલીકાએ જે જે કામ કર્યા છે તેના ફળ કે સુવિધા શહેરની જનતાને મળી નથી. તો આ પર(બાવન) બેઠક ભાજપે જીતીને ચાર્જ સંભાળ્યો ત્યારથી બોડી સુર૫સીડ થઈ ત્યાં સુધીના કરેલા વિકાસના કામોની તપાસ કરવામાં આવે અને જે કામ આજે કોઈ રીતે સુવિધાયુક્ત ન હોય તો તેવા કામોના ચુકવાણાના બીલની રકમ વસુલ કરવામાં આવે અને આવી એજન્સીઓને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવે. મોરબી શહેરમાં પંચાસર રોડ અને રવાપરમાં આર.સી.સી. રોડની કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત અન્ય કામો પણ થઈ રહ્યા હોય, કોઈ કામ ઉપર કામની વિગત દર્શાવતુ બોર્ડ લગાવવામાં આવ્યુ નથી. તો તાત્કાલીક આવી વિગત દર્શાવતા બોર્ડ લગાવવા. જેથી જનતા જાણી શકે કે રોડની કામગીરી કેવી થઈ રહી છે. ત્યારે કોંગ્રેસની આ રજુઆતને ગંભીરતાથી ધ્યાને લઈ નગરપાલીકાની ગેરકાનુની રીતે થયેલી ગ્રાન્ટની વસુલાત કરવામાં આવે અને આવા લોકો સામે કાયદાનો દંડો વાપરવામાં આવે, નહીં કે વેપારીઓ સામે ? કોંગ્રેસની આ રજુઆતને નજરઅંદાજ કરવામાં આવશે તો તેઓ શહેરની જનતા અને કાર્યકરોને સાથે લઈને જન-આંદોલન કરશે અને તે માટે જે પરિસ્થિતિ સર્જાય તે માટે માત્ર મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર જ જવાબદાર રહેશો. તેવી ચીમકી પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોરબી જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફીસરને લખવામાં આવેલ પત્રમાં ઉચ્ચારવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!