વાવડીના વતનીના મોટરસાયકલ ચોરીના કેસમાં ગ્રાહક તરફી અદાલતનો ચુકાદો:એચ.ડી.એફ.સી. એગ્રો વિમા કંપનીને રૂ. 65,750 ચૂકવવાનો હુકમ
મોરબીના વાવડી ગામના રાકેશભાઈ ખાણધરના સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરીના કેસમાં ગ્રાહક અદાલતે એચ.ડી.એફ.સી. એગ્રો વીમા કંપનીને રૂ. 65,750 અને રૂ. 5,000 ખર્ચ સહિતની રકમ વ્યાજ સાથે ગ્રાહકને ચૂકવવાનો આદેશ આપ્યો છે.
કેસની વિગત મુજબ, નાની વાવડીના વતની રાકેશભાઈ દામજીભાઈ ખાણધરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ તા.૨૭ જૂન ૨૦૨૨ ના રોજ ઘરની બહાર શેરીમાંથી ચોરી થયેલ, તેમણે મોરબી સીટી પોલીસ સ્ટેશન એ. ડીવીઝનમાં ફરીયાદ અંગે રજુઆત કરેલ પોલીસ ખાતાના કહેવા પ્રમાણે હાલ અરજી દઇ જાવ અને એકાદ અઠવાડીયામાં નહીં મળે તો ફરીયાદ દાખલ કરીશું તેમ કહેતા ગ્રાહકે અરજી આપી દીધી પરંતુ ચોરાયેલ મોટર સાયકલ નહીં મળતાં ફરીયાદ દાખલ કરેલ. ગ્રાહકનો વીમો એચ.ડી.એફ.સી. એગ્રો ઇન્સ્યુરન્સ કંપનીનો હતો. કંપનીએ એવો જવાબ આપ્યો કે ફરીયાદ ૧૯ દિવસ મોડી થઈ જેથી વિમો મળે નહીં જેથી આ બાબતે રાકેશભાઈએ મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની મદદથી ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.
જે કેસ મોરબી ગ્રાહક અદાલતમાં ચાલી જતા ગ્રાહક અદાલતે વીમા કંપનીએ આપેલ કારણનો સ્વીકાર કરેલ નહીં. અને કહ્યુ કે ગ્રાહકે વિમો ભરેલ છે. અને મોડી ફરીયાદ સાથે કોઇ સબંધ નથી. આથી મોરબી ગ્રાહક અદાલતે ચુકાદો આપતા આદેશ કર્યો છે કે વિમા કંપનીએ ગ્રાહકને તા.૦૭ જુલાઈ ૨૦૨૩ સુધીમાં રૂા. ૬૫,૭૫૦/- અને રૂા. ૫૦૦૦/- ખર્ચના ખર્ચ પેટે ગ્રાહકની રકમ લોન લીધી તે બેંકમાં ભરી આપવા અને બાકીની રકમ ગ્રાહકને ચુકવી દેવી એવો હુંકમ કરેલ છે.
આ સાથે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઇપણ ગ્રાહકનું વાહન ચોરાઈ જાય કે સળગી જાય તો પ્રથમ જે તે પોલીસ સ્ટેશનમાં અરજી કરવી જરૂરી છે. ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઇએ કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો અમારો સંપર્ક કરો.
પ્રમુખ લાલજીભાઈ મહેતા: મો. 98257 90412, ઉપપ્રમુખ બળવંત ભટ્ટ: મો. 93274 99185 તથા મંત્રી રામભાઈ મહેતા: મો. 99048 98048 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.