અકસ્માતમાં થયેલ નુક્સાનીના ખર્ચના ૧.૧૦લાખના બદલામાં ૭૬ હજાર ચૂકવેલ ત્યારે બાકી રહેતા ૩૪ હજારની ચુકવણી ૯ ટકા વ્યાજ તથા ૫ હજાર માનસિક ત્રાસના ચુકવવા મોરબી ગ્રાહક અદાલતે વીમા કંપનીને આદેશ કર્યો.
કેઇસની ટુક વિગત મુજબ મોરબીના વતની જશવંતભાઈ ચોપશીભાઈ જોબનપુત્રાએ પોતાના વ્હીકલનો વીમો નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીનો ઉતરાવેલ હતો, ત્યારે જશવંતભાઇનું વાહન તેનો પુત્ર તથા તેમના પત્ની તા. ૧૧ જૂન ‘૨૩ ના રોજ સાંજે જતા હતા ત્યાં રસ્તામાં ક્રુજ ગાડી સાથે અથડાતા ગાડીને રૂા. ૧,૧૦,૦૦૩/- નું નુકશાન થયેલ હતું. જેથી તમામ કાગળો અને બીલ વીમા કંપનીને સમય મર્યાદામાં મોકલી આપેલ પરંતુ વીમા કંપનીએ રૂા. ૭૬૦૦૦/- ચુકવ્યા બાકીની રકમ રૂા. ૩૪,૦૦૩/ ચુકવવાની ના પાડતાં તેઓ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરતા ગ્રાહક અદાલતે ગ્રાહક તરફે ચુકાદો આપતા રૂા. ૩૪,૦૦૩/- ૯ ટકાના વ્યાજ સાથે તા.૨૪ મે ૨૦૨૪ થી રૂા. ૫૦૦૦/- અન્ય ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે
વધુમાં ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઇએ કોઇપણને અન્યાય થાય તો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા-મો. : ૯૮૨૫૭ ૯૦૪૧૨, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ-મો. : ૯૩૭૭૪ ૯૯૧૮૫ તથા મંત્રી : રામ મહેતા-મો. : ૯૯૦૪૭ ૯૮૦૪૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.