ખાનગી હોસ્પિટલમાં રૂ ૨૫૦ ચૂકવી કોરોના રસી મુકાવી શકાશે
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ આજે તા. ૧ માર્ચથી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા ( બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ) નાગરિકોને કોરોના રસી આપવામાં આવશે.
મોરબી જિલ્લાના દરેક સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે જ્યારે આયુષમાન ભારત યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ ક્રિષ્ના હોસ્પિટલ મોરબી અને આયુષ હોસ્પિટલ મોરબીમાં રૂ. ૧૦૦/- સર્વિસ ચાર્જ અને રૂ. ૧૫૦/- રસીના ડોઝની કિંમત એમ કુલ મળીને રૂ. ૨૫૦/- લાભાર્થી પાસેથી લેવામાં આવશે.
રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડિટી ધરાવતા લાભાર્થી એ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું કોમોરબીડીટી અંગેનું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.
કોરોના વેકસીન લેવા ઇચ્છતા લોકો રજિસ્ટ્રેશન માટે આ લિંકનો ઉપયોગ કરવો : https://selfregistration.cowin.gov.in/