Friday, November 15, 2024
HomeGujaratકાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ગુનો નોંધવાની પાટીદાર સમાજે કરેલ અરજી મોરબી કોર્ટે ગ્રાહ્ય...

કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ગુનો નોંધવાની પાટીદાર સમાજે કરેલ અરજી મોરબી કોર્ટે ગ્રાહ્ય રાખી:ફોજદારી કેસ દાખલ કરવા કોર્ટનો હુકમ

કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતમાં પાટીદાર સમાજની દીકરીઓ મુદ્દે વિવાદિત નિવેદનને કરવામાં આવ્યું હતું. જે નિવેદનને લઇને પાટીદાર સમાજ દ્વારા મોરબી કોર્ટમાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે દ્વારા આઇપીસી કલમ ૪૯૯,૫૦૦ હેઠળ ગુન્હો નોંધવા હુકમ કરવામાં આવ્યો છે તેમજ કાજલ હિન્દુસ્તાની ને ૧૭ નવેમ્બરના રોજ હાજર રહેવા કોર્ટે હુકમ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર સમાજની દીકરી વિશે તા. ૮/૬/૨૦૨૩ ના રોજ સુરત જીલ્લાના ગદકડા મિત્ર મંડળ ધ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આરોપીને વકતાએ પટેલ સમાજની દિકરીઓ વિશે ટીપ્પણી કરતા કહ્યું હતું કે “ મોરબી જીલ્લામાં કોલેજની પટેલ સમાજની ૭ દિકરીઓ, સાતેય પટેલની દિકરીઓએ જેઓએ મુસ્લીમ છોકરાને બોયફ્રેન્ડ બનાવ્યો છે અને અંદરો અંદર બોયફ્રેન્ડ સ્વેપીંગ ચાલે છે અને સાતેય મળી મુસ્લીમ છોકરાને ૪૦ લાખની ફોરવ્હીલ લઈને ગીફટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે અને માતા રીલ્સ બનાવવામાં પોતાની મસ્તીમાં વ્યસ્ત છે. અને ધરની તીજોરીમાં લાખો રૂપીયા પડયા છે તેમાંથી પાંચ-પાંચ લાખ રૂપીયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? આ છોકરીઓની ઉમર ૧૬-૧૭ વર્ષની હવે વિચારી લો આપણો સમાજ કઈ જગ્યાએ જઈ રહયો છે? ” આ પપ્રકારની ટીપ્પણી કરતા પાટીદાર સમાજ અને પાટીદાર સમાજની દિકરીઓને અપમાનીત તથા બદનામ કરવા તથા પાટીદાર સમાજના વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાના ઈરાદા સાથે વાણી વિલાસ કર્યો હતો. જેથી મોરબીના સામાજીક કાર્યકરને આધાત લાગતા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા મોરબી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને આધારે ફોજદારી કેસ રજીસ્ટરે લેવાનો હુકમ કરવામાં આવે છે. અને આરોપી વિરૂધ્ધ ઈ.પી.કોડ કલમ ૪૯૯, ૫૦૦ હેઠળ ગુન્હો દાખલ કરવા તેમજ કાજલ હિન્દુસ્તાની ૧૭ નવેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!