આ કેસની વિગતો અનુસાર હળવદ પોલીસ મથકમાં ગત તારીખ ૦૨/૦૫/૨૦૧૮ ના રોજ શૈલેષ ઉર્ફે પીન્ટુ છત્રાભાઈ પારઘી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમની સગીર વયની દીકરીને આરોપીએ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી લઈ જઈ સગીર વયની હોવાનું જાણવા છતા અવાર નવાર અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધી તેના પર બાળાત્કાર ગુજાર્યો હતો.
જે ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી શૈલેષ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨), (એચ– આઈ– એન) તથા પોકસો અધી. ૨૦૧૨ ની કલમ– ૩(એ)૪,૭,૮ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
તેમજ આ કેસ મોરબીની એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમા ચાલ્યો હતો જેમાં આરોપી શૈલેષ તરફથી મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ હતા અને જેમાં ફરિયાદી પક્ષ આ કેસમાં શંકા રહિત કેસ પુરવાર ન કરી શકતા દિલીપભાઈ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી જેને માન્ય રાખીને મોરબી કોર્ટ દ્વારા શૈલેષ ઉર્ફે પિન્ટુ ને નિર્દોષ છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો હતો.