મોરબી જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન રેકેટનો પર્દાફાશ કરી મોરબી, અમદાવાદ, સુરત અને વાપી સુધી તપાસ ચલાવી ૧૮ નરાધમોને કરોડોની રોકડ રકમ, ડુપ્લીકેટ ઇન્જેક્શન અને સાધનો સહિતના કરોડોનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ૧૮ નરાધમોને ઝડપ લીધા બાદ કોરોના સંક્રમિતને બાદ કરતા અન્ય ઈસમો રિમાન્ડ પર હોય જે રિમાન્ડ દરમિયાન ૧૨૦૦ જેટલા ડુપ્લીકેટ ઇન્જેક્શન એમપીમાં વેચ્યાનો પણ ખુલાસો થયો હતો જેના પગલે મોરબી પોલીસે વધુ ત્રણ આરોપીઓ સુનિલ રાઘવેન્દ્ર મિશ્રા (ઉ.વ.૩૩,રહે. રીવા અનંતપુર એમપી હાલ રહે, શ્રી યંત્રનગર, રાજા બાગ ભવર કૂવા એમપી) , સપન સુરેન્દ્ર્કુમાર જૈન (ઉ.વ.૩૭, રહે. આશા નગર અધરતાલ જબલપુર એમપી) અને કુલદીપ ગોપાલ સાબલિયા (ઉ.વ.૨૫, રહે. કેસરપુરી જોશી મહોલ્લા, ઈન્દોર, એમપી) વાળાને ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આગામી તા. ૧૬ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.