કોરોનાની બીજી લહેર જ્યારે કહેર વરસાવી રહી હતી ત્યારે ગ્લુકોઝ અને મીઠાના મિશ્રણવાળા ડુપ્લીકેટ નકલી રેમડેસીવિર ઇન્જેક્શન વેચવાનો કાળો કારોબાર કરનાર ગેંગને ઝડપી લઈ મોરબી પોલીસે રાજ્યવ્યાપી કૌભાંડને ખુલ્લું પાડ્યું હતું. પોલીસે ગુજરાત મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યમાં પણ તપાસ ચલાવી કુલ ૩૩ પૈકી ૩૦ આરોપીને ઝડપી લેવામાં એસઓજી ટીમને સફળતા મળી છે અને પોલીસે કુલ ૩ કરોડ ૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે ઝડપાયેલા આરોપીઓ પૈકી છ આરોપીઓ રમીઝ સૈયદ હુશેન કાદરી (રહે અમદાવાદ જુહાપુરા) , હસન અસ્લમ સુરતી (રહે સામરોડ ચોર્યાસી સુરત) , ફહીમ ઉર્ફે ફઈમ મહમદહારૂન મેમણ (રહે અમદાવાદ વેજલપુર) , રાજેશ ધીરૂ કથીરીયા (રહે નાના વરાછા સુરત) , રાહુલ અશ્વિન કોટેચા (રહે ધૂનડા રોડ મોરબી) અને મન્સુર મેહમુદ ચૌહાણ (રહે વેજલપુર અમદાવાદ) વાળાએ જામીન અરજી કરી હોય જે જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.