Monday, December 23, 2024
HomeGujaratવાંકાનેરમાં લાંચ લેતા ઝડપાયેલ રાજકોટના સણોસરા ગામના સરપંચના પુત્રના જામીન નામંજૂર કરતી...

વાંકાનેરમાં લાંચ લેતા ઝડપાયેલ રાજકોટના સણોસરા ગામના સરપંચના પુત્રના જામીન નામંજૂર કરતી મોરબી કોર્ટ

રાજકોટના સણોસરા ગ્રામ પંચાયતનાં સરપંચનો પુત્ર રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો જેમાં આરોપીએ શ્રીનાથજી પોલીટેકના સેડનો કામ કરવા મજૂરી અપાવવા ફરીયાદી પાસેથી લાંચ માંગી હતી અને તે લાંચ ના પૈસા સાથે રંગેહાથ મોરબી એસીબી એ દબોચી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં એક શખ્સે શ્રીનાથજી પોલીટેકના સેડના કામનો મજુરી કોન્ટ્રાકટ રાખેલ હતો. જેની સણોસરા ગ્રામ પંચાયતમાંથી બાંધકામની મંજુરી મેળવવાની જવાબદારી ફરીયાદીની હોય સણોસરા ગ્રામ પંચાયતનેે બાંધકામની મંજુરી મળવા અરજી આપતા સણોસરા ગ્રામ પંચાયતમાંં મહિલા સરપંચ જુબેદાબેન હોય તેને ફરીયાદી રૂબરૂ મળતા સરપંચને લગત કોઇ પણ કામ પોતાનો દિકરો રાહિદ કરતો હોય તેની સાથે વાત ચીત કરવા જણાવતા ફરીયાદીએ સરપંચના પુત્ર રાહિદને રૂબરૂ મળતા બાંધકામની મંજુરી આપવાના રૂ.૨,૫૦,૦૦૦/- ની માંગણી કરી હતી. જે બાબતે રકજકના અંતે રૂ.૧,૫૦,૦૦૦/- નુુ નકકી કરેલ અને ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ મોરબી એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા, ફરિયાદ આધારે આજરોજ આર.કે.વોટર સપ્લાઇ, ગુલશન પાર્ક મેેેેઇનરોડ, વાંકાનેર ખાતે એ.સી.બી.એ લાંચ્યા આરોપીને પકડવા છટકો ગોઠવ્યો હતો. જેમાં સરપંચના દિકરા રાહિદ ફસાઈ જતા તેને રૂ.૧,૫૦,૦૦૦/- ની માંગણી કરેલ. જે લાંચના નાણાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પોલીસની હાજરીમાં માંગી સ્વીકારતા તેને પકડી પાડી એ.સી.બી.એ આગળની કાર્યવાહી કરી હતી.

જે બાદ લાંચિયા સરપંચ પુત્ર દ્વારા મોરબી કોર્ટમાં જમીન અરજી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા સરકારી વકીલ વિજય સી.જાની દ્વારા ધારદાર દલીલોને ધ્યાને લઇને મોરબી કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!