મોરબીમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા કેસમાં આરોપી જેનિથ ઉર્ફે ઝેન્યો ભીમાણીને જામીન મુક્ત કરવાનો હુકમ કોર્ટે દ્વારા કરવામાં આવ્યો છે. જેનીથ ઉર્ફે ઝેન્હો ભીમાણીની અટક સેશન્સ એન્ડ સ્પે. એટ્રોસિટી કોર્ટે સામે રજૂ કરી જેલ હવાલે કરતાં એડવોકેટ દ્વારા રેગ્યુલર જામીન આપવા દલીલો કરતા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા કેસમાં આરોપી જેનીથ ઉર્ફે ઝેન્યો ભીમાણીને જામીન મુક્ત કરવાનો હુકમ કોર્ટે દ્વારા કરવામાં આવ્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાયો હતો. જેમાં જેનીથ ઉર્ફે ઝેન્હો ભીમાણીની અટક સેશન્સ એન્ડ સ્પે. એટ્રોસિટી કોર્ટે સામે રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપી તરફી એડવોકેટ અમિત વી.ડાભી એ મોરબીની સેશન્સ સ્પે. એટ્રોસિટી કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજૂ કરી જામીન અરજીની દલીલો તથા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાનમાં લઈ આરોપી જેનીથને જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.