મોરબીનાં વેપારીએ ચેક આપી રૂ.૬ લાખથી વધુના માલની ખરીદી કરી હતી. જે ચેક વેચનાર વેપારીએ બેન્કમાં જમા કરાવતા ચેક રિટર્ન થયું હતું. જે મામલો કોર્ટમાં પહોંચતા મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્ન થતા મોરબીના વેપારીને ૧ વર્ષની જેઈલ તથા ૯% લેખે વ્યાજ સહિતની રકમ ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ખાતે આવેલ કેરા વિટ્રીફાઈડ એલ.એલ.પી. વતી તેમના ભાગીદાર વિવેકભાઈ ભીમજીભાઈ ગોધવીઆએ, મોરબીના વેપારી શ્યામ બોર્ડર ટાઈલ્સના પ્રોપ્રાયટર જગદીશભાઈ કાનજીભાઈ બારેજીયાએ ઉધારમાં માલ ખરીદ કરી, કાયદેસરની લેણી રકમ વસુલ આપવા ચેક આપતા, સદરહુ ચેક વણચૂકવ્યો પરત થતા, ફરીયાદીએ વેપારી શ્યામ બોર્ડર ટાઈલ્સના પ્રોપ્રાયટર જગદીશભાઈ કાનજીભાઈ બારેજીયા વિરૂધ્ધ મોરબી કોર્ટમાં રૂ. ૬,૨૦,૨૩૯/– ના ચેક રીર્ટન અંગેની ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે દાખલ .કરાવી હતી. ત્યારે એડિશ્નલ ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ જે. વી. બધ્ધા મેડમે, ફરીયાદી પક્ષે રજુ થયેલ પુરાવાઓ તથા ફરીયાદીના વકીલની ધારદાર દલીલો ધ્યાને લઈ, આરોપી જગદીશભાઈ કાનજીભાઈ બારેજીયા, (રહે મોરબી)ને તા.૧૧-૦૮-૨૦૨૩ ના રોજ એક વર્ષની સાદી કેદની સજા તથા ૯ % વ્યાજ સહિતની રકમ ચૂકવી આપવાનો તથા ૨કમ ભરવામાં કસૂર કર્યેથી વધુ છ માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે. ફરીયાદી કેરા વિટ્રીફાઈડ એલએલપી વતી એડવોકેટ તરીકે ચિરાગભાઈ ડી. કારીઆ તથા રવીભાઈ કે. કારીયા રોકાયેલ હતા.