મોરબીના ટ્રાવેલ્સના માલિક પાસેથી વર્ષ ૨૦૦૫ માં લાંચ લેવાના કેસમાં ૧૮ વર્ષ બાદ પીઆઇ એમ.એફ.જાદવને નામદાર મોરબી કોર્ટે આરોપી બનાવવા આદેશ આપ્યો છે. ત્યારે સમગ્ર મામલો એમ હતો કે, વર્ષ 2005મા ટ્રાવેલ્સ બસ ચલાવવા માટે આરોપીઓએ ટ્રાવેલ્સ સંચાલક પાસેથી ૧૫ ટ્રાવેલ્સ બસના કુલ ૯૦૦૦ રૂપિયા માસિક હપ્તો માંગતા ફરીયાદીએ એસીબીને જાણ કરી હતી જે બાદ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિરુભા ઝાલા ને લાંચ સ્વીકારતા ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો. પરંતુ તેની એફ.આઇ.આર.માં પાંચ માંગનાર પીઆઇ એમ.એફ.જાદવને આરોપી દર્શાવ્યા ન હતા. જે મામલો કોર્ટમાં ચાલતો હતો. જે અંગે આજે ચુકાદો આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત વર્ષ 2005મા મોરબીમાં ટ્રાવેલ્સ બસ ચલાવતા અમિત વિષ્ણુભાઈ દવેને ટ્રાવેલ્સ બસ ચલાવવા માટે હપ્તારૂપે પીઆઇ એમ.એફ.જાદવ અને હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિરુભા ઝાલાએ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈ અમિત વિષ્ણુભાઈ દવેએ ACBમાં ફરિયાદ કરતા ACBએ ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વેરુભા ઝાલાને લાંચ લેતા પકડી પાડ્યા હતા. પરંતુ તેમના દ્વારા ફાઈલ કરવામાં આવેલ એફ.આઇ.આર.માં પીઆઇ એમ.એફ.જાદવને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા ન હતા.જોકે તે સમય ના પીઆઈ એમ .એફ.જાદવ એ લાંચ લેતા ઝડપાયેલ આરોપી હેડ કોન્સ્ટેબલના ફોનમાથી ફરીયાદી સાથે વાત કરીને લાંચની રકમ માંગી હતી છતાં તેનું નામ આરોપી તરીકે ન ઉમેરાતા ફરીયાદી અમિત વિષ્ણુભાઈ દવેએ નામદાર હાઇકોર્ટમાં અરજી કરતા નામદાર હાઇકોર્ટે એપેક્સ કોર્ટ ઉપર નિર્ણય છોડયો હતો.
જે મામલે એપેક્સ કોર્ટના ચુકાદાને અને સરકારી વકીલ સંજય દવે ની ધારદાર દલીલોને ધ્યાને લઇ નામદાર મોરબી કોર્ટના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ બુદ્ધ દ્વારા મૂળ ફરિયાદીની અરજીને ધ્યાને લઇ જૂની સમરી રદ કરી ભ્રષ્ટચાર નિવારણ અધિનિયમ મુજબ પીઆઈ એમ.એફ.જાદવને આરોપી તરીકે દર્શાવવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.