Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરમાં વર્ષ ૨૦૧૭માં સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના ગુન્હામાં આરોપીને વીસ વર્ષની...

વાંકાનેરમાં વર્ષ ૨૦૧૭માં સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના ગુન્હામાં આરોપીને વીસ વર્ષની કેદ ફટકારતી મોરબી કોર્ટ

વાંકાનેરની સગીરાને ગત ૨૦૧૭નાં વર્ષમાં આરોપીએ ભગાડી જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી દેતા સમગ્ર મામલે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે આરોપીની કાનપુરથી અટકાયત કરી મોરબી કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને ૨૦ વર્ષ કેદની સજા તેમજ રૂ.૩૨,૦૦૦/-નો દંડ ફટકાર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં નવા ઢુવા ગામ પાસે રહેતા પરિવારની ૧૪ વર્ષીય બાળકીને ગત તા.૨૦/૦૧/૨૦૧૭ ના રોજ આરોપી વિક્રમ ભાગીરથલાલ મેઘવાળ તથા તેની પત્ની પુજાબેન વિક્રમ મેઘવાળ (રહે.બંને બડોદી તા.મોહન બડોદીયા જી.સાજાપુર એમ.પી.)એ ભોગબનનારને લલચાવી ફોસલાવી વિશાલ ઉર્ફે બંટી મહેશભાઈ સુર્યવંશી (રહે.બેડછા રોડ ગોલિયા ખેડા જી.સાજાપુર એમ.પી.) સાથે લગ્ન કરાવવાના હેતુથી અપહરણ કરી લઈ જઈ ભોગબનનારને આરોપી વિશાલ ઉર્ફે બંટીને સોંપી દેતા આરોપી ભોગબનનારને કાનપુર લઈ ગયેલ અને વારંવાર અવારનવાર પ્રવેશ જાતીય હુમલો કરતા અને ભોગબનનારને ચૌદ અઠવાડીયાનો ગર્ભ થઈ જતા સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જે કેસ આજે મોરબી ની સ્પેશિયલ પોકસો કોર્ટ મોરબીમાં ચાલી જતા કોર્ટે ૧૧ મૌખિક પુરાવા અને ૪૯ દસ્તાવેજી પુરાવા ને આધારે તેમજ આ કેસના અગાઉના સરકારી વકીલ સંજય દવે અને આ કેસના હાલના સરકારી વકીલ નીરજ કારિયા ની દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે આરોપી વિશાલ ઉર્ફે બંટી ને ૨૦ વર્ષ કેદની સજા તેમજ રૂ.૩૨,૦૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!