ચેક રિટર્ન થાય ત્યારે કયા કાયદાકીય પગલાં લઇ શકાય તેનો ઉલ્લેખ The Negotiable instruments act 1881ના સેક્શન section 138માં કરેલો છે જે અંતર્ગત જયારે કોઈ પાર્ટી તમને આપેલો ચેક રિટર્ન થાય ત્યારે આ પ્રકારના પગલાં ભરી શકાય. ત્યારે આવા જ એક કિસ્સામાં મોરબી કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ કરતા બે ઘણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી લાતી પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ એમ.રાજ એન્ટરાપ્રાઈઝના પ્રોપ્રાયટર મોઈઝભાઈ અકબરઅલીભાઈ લોખંડવાલા, (રહે. મોરબી વાળા પાસેથી મોરબી)ના મહેન્દ્રપરા મેઈન રોડ ખાતે રહેતા અલ્તાફ અબ્દુલભાઈ ઓડીયાએ ઉધારમાં ટીએમટી લોખંડના સળીયાની ખરીદી કરી ખરીદ કરેલ માલની રકમ રૂ.૨,૫૮,૪૧૦-૦૦ ચૂકવવા ચેક આપેલ જે ચેક રીટર્ન થતા, ફરીયાદી મોઈઝભાઈ લોખંડવાલાએ, તેમના એડવોકેટ ચિરાગભાઈ કારીઆ મારફત ચેક પરત ફર્યાની અને ચેકની રકમ વસુલ આપવા અંગેની નોટીસ આપવા છતા, આરોપી અલ્તાફ અબ્દુલભાઈ ઓડીયાએ, ફરિયાદીને નિયત સમયમાં ચેકની રકમ ન ચૂકવતા, ફરીયાદીએ, આરોપી અલ્તાફ અબ્દુલભાઈ ઓડીયા સામે ઘી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એકટની કલમ ૧૩૮ અન્વયે ફોજદારી કેસ નાં. ૧૬૨૩/૨૦૨૦ થી દાખલ કરેલ અને આ કેસ મોરબીના એડિ. ચીફ જયુડી. મેજી.ડી.કે. ચંદનાનીની કોર્ટમાં ચાલી જતા, અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા, ચેકની રકમ રૂ. ૨,૫૮,૪૧૦-૦૦ ની બમણી રકમ રૂા. ૫,૧૬,૮૨૦-૦૦ નો દંડ તથા દંડની રકમમાંથી, ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯% વાર્ષિક વ્યાજ સહિતની રકમ ચૂકવવાનો હુકમ ફરમાવેલ છે. ફરીયાદી વતી એડવોકેટ ચિરાગભાઈ દુષ્યંતભાઈ કારીઆ તથા રવિભાઈ કિશોરભાઈ કારીયા રોકાયેલ હતા.