મોરબીના યુવકે મિત્રતાના દવે આપેલ રૂ.5 લાખ આરોપીએ પરત કરવા ચેક આપ્યો હતો. જો કે, આ ચેક બાઉન્સ થતા સમગ્ર મામલે યુવકે આરોપી વિરુદ્ધ કેસ કરતા આજ રોજ મોરબી કોર્ટે આરોપીને ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમનો દંડ અને ૯% નું વાર્ષિક વ્યાજ ફરિયાદીને અપાવવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સંદિપભાઈ જગદિશભાઈ શેરસીયાએ આરોપી અનિલ માવજીભાઈ ડાભીને સપ્ટેમ્બર, ૨૦રર માં હાથ ઉછીના રકમ રૂા. ૫,૦૦,૦૦૦/- આપ્યા હતા અને આ રકમ પરત ચૂકવવા માટે આરોપી અનિલ માવજીભાઈ ડાભી એ રૂા. ૫,૦૦,૦૦૦/- નો ચેક ફરીયાદીને આપ્યો હતો અને આ ચેક ફરીયાદીએ નાણા વસુલવા તેના ખાતામાં રજુ કરતા, ચેક ફરત થયો હતો. જેથી ફરીયાદીએ આરોપી અનિલ માવજીભાઈ ડાભીને નોટિસ આપતા, આરોપીએ ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા, ફરીયાદી સંદિપભાઈએ આરોપી અનિલ માવજીભાઈ ડાભી વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી ફરીયાદ દાખલ કરાવી હતી અને આ કેસમાં ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એસ.એ.મેમણ એ આરોપી અનિલ માવજીભાઈ ડાભીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી ડબલ રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯% વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ ૯૦ દિવસની સજા ફરમાવવાનો અતિ મહત્વનો ચૂકાદો જાહેર કર્યો છે.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે.કારીયા, મનિશ કે.ભોજાણી, દયારામ એલ.ડાભી અને અતુલ સી.ડાભી રોકાયેલા હતા









