મોરબી ખાતે આવેલ ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણીએ અમદાવાદના રહેવાસી રત્નવીર જીવરામ શુકલ વિરૂધ્ધ મોરબી કોર્ટમાં રૂા. ૬,૩૩,૨૫૧ ના ચેક રીર્ટન અંગેની ફરીયાદ કરી હતી.
મોરબીના ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ એ. એન. વોરાની કોર્ટમાં કેસ ચાલી જતા બંને પક્ષોના વકીલો દ્વારા પુરાવાઓ સાથે દલીલો કરી હતી. ત્યારે ફરીયાદીના વકીલઓની ધારદાર દલીલો ધ્યાને લઈ , આરોપી રત્નીવીર જીવરામ શુકલને તા.2 નેના રોજ એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની ડબલ રકમનો દંડ તથા દંડની રકમમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચૂકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહિતની રકમ ચૂકવી આપવાનો તથા દંડની રકમ ભરવામાં કસૂર કર્યેથી વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ફરાવવાનો હુકમ કર્યો હતો. શ્રી ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વતી તેમના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણી વતી એડવોકેટ તરીકે ચિરાગભાઈ ડી. કારીઆ , રવીભાઈ કે. કારીયા, જગદીશભાઈ એ. ઓઝા તથા ફેનીલભાઈ જે. ઓઝા રોકાયેલ હતા.