મોરબીમાં પ્રેમ લગ્ન કરનાર પુત્ર પર ખાર રાખી યુવતિના ભાઈએ યુવકના પિતા પર છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો. જે ગુન્હામાં પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા જિલ્લા સરકારી વકીલ વિજય સી. જાનીની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી મોરબી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
મળતી માહિતી અનુસાર, વર્ષ 2021 માં માળીયા મી.માં હરેશભાઇએ આરોપી દીનેશ ઉર્ફ નીનો પ્રભુભાઈ મહાલીયાની બહેન સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા, જે બાબતનુ મનદુ:ખ રાખી દીનેશ ઉર્ફ નીનોએ હરેશભાઇ તથા તેના પતિ ભરતભાઈ ગંગારામભાઇ વાઘેલા મોટર સાયકલ લઇને વર્ષામેડીથી પરત પોતાના ઘરે જતા હતા. તે વખતેઅચાનક છરી વડે હુમલો કરી ગાળો આપી અને ભરતભાઈને ડાબા પડખામા બગલ નીચે પાસળીના ભાગે તથા ડાબી બાજુ પીઠના ભાગે છરીના એક-એક જીવલેણ ઘા મારી મોત નિપજાવી ખુન કરી નાસી જતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ગુન્હામાં પોલીસે આરોપીને તા-૨૩/૦૫/૨૦૨૧ ના રોજ પકડી પાડી કોર્ટમાં રજુ કરતા મોરબી કોર્ટ દ્વારા દસ્તાવેજી પુરાવા તેમજ જિલ્લા સરકારી વકીલ વિજય સી. જાનીની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે









