Saturday, November 16, 2024
HomeGujaratમોરબીમાં વર્ષ ૨૦૦૪માં ગેર કાયદેસર થર્ડ ડિગ્રીનો માર મારવાના કેસમાં નિવૃત્ત ડીવાયએસપીને...

મોરબીમાં વર્ષ ૨૦૦૪માં ગેર કાયદેસર થર્ડ ડિગ્રીનો માર મારવાના કેસમાં નિવૃત્ત ડીવાયએસપીને એક વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ

મોરબી શહેરમાં વર્ષ ૨૦૦૪ માં મોરબી સીટી પોલીસ ઈન્સપેકટર તરીકે એમ.એફ.જાદવ ફરજ બજાવતા હતા. તે અરસામાં સદર પી.આઈ. એમ.એફ.જાદવ તથા અન્ય સામે નામદાર મોરબી ચીફ.મેજી.સાહેબની કોર્ટમાં ખોટા ગુનાની કબુલાત કરવા તથા ગેર કાયદેસર માર મારી થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરી ગુનો કર્યાની ફરીયાદ નામદાર કોર્ટમાં જજ સાહેબ સમક્ષ દાખલ કરવામાં આવેલ મોરબીના નામદાર જજ સાહેબે સદર કેસમાં પોલીસ સામેની ફરીયાદ નામદાર કોર્ટમાં રજીસ્ટ્રર કરવાનો હુકમ જાહેર કરી, સદર કેસમાં પી.આઈ.જાદવ તથા અન્ય પોલીસ કર્મચારીઓને સમંન્સ ઇસ્યુ કરી નામદાર એડી.ચીફ.મેજી.જજ સાહેબ મોરબીની અદાલતમાં હાજર થવાનો હુકમ જાહેર કરવામાં આવેલ સદર કેસ મોરબીની અદાલતમાં મોરબીની ચકચારી ઘટનાનો કેસ પુરાવાના સ્ટેજે નજરે જોનાર સાક્ષીઓ તથા ફરીયાદીની જુબાની તથા પોલીસે માર માર્યા અંગેના મેડીકલ એવીડન્સ તથા કાયદા પરત્વેની દલીલો તથા પોલીસ તરફથી નામદાર કોર્ટમાં રજુ થયેલ દલીલોના અંતે મોરબીના નામદાર ચીફ.જયુડી.મેજી.ડી.એ.રાવલ સાહેબે તા.૧૦/૦૯/૨૦૨૪ ના રોજ પી.આઈ.જાદવ સામે ફરીયાદીને માર મારવા સબબનો કેસ નિઃશંક પણે નામદાર અદાલતમાં ફરીયાદી બી.એચ.નંદાસણા (ટીનાભાઈ)-એડવોકેટ,સાબીત કરી શકેલ હોય, નામદાર જજ સાહેબે સદર કેસમાં આરોપી પી.આઈ.જાદવને ભારતીય દંડ સંહીતાની કલમ-૩૨૩ મુજબના ગુનામાં ૧-વર્ષની સાદી કેદની સજા અને રૂા.૧,૦૦૦/- દંડ અને જો દંડ ભરવામાં કસુર કરે તો વધુ ૭-દિવસની સાદી કેદની સજા તથા કલમ-૩૪૧ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં ૧-માસની સાદી કેદની સજા અને રૂા.૫૦૦/- દંડ અને જો દંડ ન ભરે તો ૨-દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ જાહેર કરેલ.

- Advertisement -
- Advertisement -

બનાવ સમયે જાદવ મોરબીમાં પી.આઈ. તરીકે નોકરી કરતા હતા, બાદ તેવો ડી.વાય.એસ.પી. તરીકે નિવૃત થયેલ હતા. મોરબી જીલ્લામાં આજદીન સુધી પોલીસને સજા કરવામાં આવેલ હોય તેવી પ્રથમ ઘટના બનેલ હોવાથી પોલીસ સામે સજાના હુકમથી પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામેલ છે. સદર ઘટના મોરબીમાં ટોક ઓફ ધ ટાઉન બહુ ચર્ચીત ઘટના તરીકે ચકચારી ઘટના રહેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!