મોરબી અણીયારી ચોકડી નજીક મોરબી ગૌરક્ષકોની ટીમ દ્વારા બે ભેંસ એક પાડી સહિતના ત્રણ અબોલ જીવને બચાવી લેવાયા હતા, જેમાં કચ્છથી બોલેરો રજી.નં. જીજે-૧૨-સીટી-૬૪૨૭ માં ત્રણ પશુઓને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધી તેમજ પશુઓ માટે પાણી કે ઘાસચારાની વ્યવસ્થા રાખ્યા વગર તથા કોઈપણ પાસ કે પરમીટ વગર પશુઓની હેરફેર કરતા બોલેરો ચાલકને ઝડપી લઈ તાલુકા પોલીસ મથકમાં સોંપી તેની વિરુદ્ધ ગૌરક્ષક જયદીપભાઈ કિશોરભાઈ ડાવડા દ્વારા ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બોલેરો ચાલક આરોપી હુશેનભાઈ હાજીહસનભાઈ નોતીયાર રહે.ઝારા તા.લખપત જી.કચ્છ વાળા વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે