મોરબીના વિવિધ ગૌરક્ષક સંગઠનના ગૌરક્ષકો દ્વારા બોલેરોમાં બે ભેંસને કતલખાને લઈ જનાર આરોપીને વાવડી ચોકડી ખાતેથી પકડી લઈ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે જ્યારે બંને ભેંસને મોરબી પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અખિલ વિશ્વ ગૌસ્વામી પરિષદ-દિલ્હીના કમલેશભાઈ બોરીચાને મળેલી માહિતીના આધારે ગૌરક્ષક ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ દ્વારા વાવડી ચોકડી પાસે ગૌરક્ષકોની ટીમે વોચ રાખી બોલેરો પીક-અપ રજી.નં. જીજે-૩૬-વી-૭૯૪૦ને રોકાવીને ચકાસણી કરી હતી. ચકાસણીમાં ગાડીમાં ૨ ભેંસ મળી આવી હતી, જેને કતલખાને લઈ જવામાં આવી રહી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલેરો ચાલક આરોપી ભાવેશ રમેશભાઈ સીંધવ તથા આરોપી મેહુલ સંજયભાઈ સીંધવ બન્નેરહે.મોરબી શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને બંને ભેંસને બચાવીને પાંજરાપોળમાં સોંપવામાં આવી હતી.
આ કામગીરીમાં કમલેશભાઈ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, વૈભવભાઈ પટેલ, મનીષભાઈ કનજારિયા, પાર્થભાઈ નેસડિયા, વિશાલભાઈ ગાંગાણી, મિત ગોહિલ, લાલાભાઈ, યસ વાઘેલા, હિતરાજસિંહ, જે.કી.ભાઈ આહીર અને નિલેશભાઈ ડાંગર સહિતના ગૌસેવકોનો મહત્વનો ફાળો રહ્યો હતો.